IRCTC ટૂંકમાં લોન્ચ કરશે રેલવે કનેક્ટ એપ, ઝડપથી બુક કરી શકાશે ટ્રેન ટિકિટ
નવી ટિકિટ બુકિંગ એપ નેક્સ્ટ જનરેશન ઈ-ટિકિટ સિસ્ટમ પર કામ કરશે. આ એપ ટિકિટ બુકિંગ વેબસાઈટની સાથે એકબીજા સાથે કામ કરશે જે હાલની એપમાં ઉપલબ્ધ નથી. નવી એપમાં પ્રવાસી સર્ચ ઉપરાંત ટ્રેન ટિકિટ બુક કરાવી શકશે. બુક કરવામાં આવેલ ટિકિટની સ્થિતિ અને તેને રદ્દ કરવાનું શક્ય થશે. એપમાં પ્લાન કરવામાં આવેલ પ્રવાસનું એલર્ટ પણ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈઆરસીટીસી ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગનું કામકાજ જોવે છે. આવતા સપ્તાહે આ એપને યૂઝર્સ માટે અનુકૂળ અને ઝડપી બનાવવાની પ્રવાસીઓની માગને પૂરી કરવા માટે આઈઆરસીટીસી રેલ કનેક્ટ ઔપચારિક રીતે જારી કરશે.
રેલવે મંત્રાલયના એક અધિકારી અનુસાર હાલમાં આઈઆરસીટીસી કનેક્ટ લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ છે. આઈઆરસીટીસી રેલ કનેક્ટ એપ દ્વારા ઝડપથી અને સરળતાથી ટ્રેન ટિકિટ બુક કરાવી શકાશે.
નવી દિલ્હીઃ ટ્રેનમાં પ્રવાસ કરનારાઓ માટે એક સારા સમાચાર છે. પ્રવાસી ટૂંકમાં જ ઝડપથી ટિકિટ બુક કરાવી શકશે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ નિગમ (આઈઆરસીટીસી) એક નવી ટિકિટ એપ લોન્ચ કરશે. તેમાં ટિકિટની ઝડપી બુકિંગ વ્યવસ્થા સહિત અનેક વિશેષતાઓ હશે. હાલમાં આઈઆરસીટીસીની વેબસાઈટ અને એપથી ટ્રેન ટિકિટો બુક કરાવી શકાય છે, જેમાં ઘણો સમય લાગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -