આજે મુકેશ અંબાણીની દીકરીના લગ્ન, જાણો દેશના સૌથી મોંઘા લગ્નમાં શું હશે ખાસ
મળતી માહિતી મુજબ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત અન્ય નેતાઓ લગ્નમાં હાજર રહી શકે છે. પોલીસનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગ્નમાં હાજરી આપશે કે નહીં તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલગ્નમાં ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર અંદાજે 600 લોકો અને બન્ને પરિવારના નજીકના સગા સંબંધીઓને હાજર રહેશે.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર લગ્ન પર 1 કરોડ ડોલર જેટલો ખર્ચ થઈ શકે છે. કેટલાક અન્ય અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દેશના સૌથ મોંગા લગ્ન પર 10 કરોડ ડોલર (710 કરોડ રૂપિયા) સુધીનો ખર્ચ થશે. આ લગ્નને અત્યાર સુધીના ઉદ્યોગ જગતના સૌથી મોંઘા લગ્ન કહેવામાં આવી રહ્યા છે.
લગ્ન અંબાણીના ઘરે જ થવાના છે. જોકે શુક્રવારે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સના મેદાનમાં રિસેપ્શન યોજાશે. પોલીસનું કહેવું છે કે લગ્નમાં વીવીઆઈપી ગેસ્ટ હોવાને કારણે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મુંબઈઃ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના પ્રી વેડિંગ સેલિબ્રેશન બાદ હવે લગ્નનો સમય છે. ઈશા અંબાણી અને આનંદ પીરામલ આજે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન માટે મુકેશ અંબાણીના ઘર એન્ડિલાયને સજાવવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -