બેનામી પ્રોપર્ટી હોલ્ડર્સ વિરૂદ્ધ ITની કાર્રવાઇઃ 87ને નોટિસ, 42 મિલકોત ટાંચમાં
અધિકારીઓએ કહ્યું હતું કે, ઊંડાણભરી તપાસ બાદ આઇટી વિભાગે કાયદાની કલમ ૨૪ હેઠળ ૮૭ નોટિસો જારી કરી છે. કુલ ૪૨ મિલ્કતો, મોટાપાયે બેન્ક ખાતાઓ અને એક અચલ સંપત્તિના સ્વરૂપમાં જપ્ત કરાઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે આ ખાતાઓ થકી અન્ય વ્યક્તિઓના નામે મિલ્કતના ખરીદ-વેચાણના વ્યવહારો પણ કર્યા હતા. અધિકારીનું કહેવું છે કે સત્તાવાળાઓ વધુ નોટિસો જારી કરવાની પ્રક્રિયામાં છે. જ્યાં ગેરરીતિઓ મોટાપાયે હતી તેવા અનેક ગંભીર કેસોનું વિશ્લેષણ કર્યા બાદ નવા કાયદાની કડક જોગવાઇઓ લાદવાનો નિર્ણય લેવાયો છે.
અગાઉ આવકવેરા અધિકારીઓએ જણાવ્યું હતું કે સરરારે પહેલા ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ અને એ પછી બીજી એક સ્કીમ થકી કરચોરોને સ્વચ્છ બનવાની તક આપી હતી. તેણે નોટબંધી બાદ ચેતવણી આપી હતી કે જો કોઇના ખાતામાં બિનહિસાબી જૂની નોટો જમા કરશો તો બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન્સ એક્ટ, ૧૯૮૮ હેઠળ ગુનાઇત આરોપો મૂકવામાં આવશે. એવા પણ અહેવાલો હતા કે લોકોએ તેમના કાળા નાણાંને સફેદ કરવા માટે નિષ્ક્રિય રહેલા જનધન ખાતાઓનો ઉપયોગ કર્યો હતો.
નવી દિલ્હીઃ નોટબંધી બાદ ઇનકમ ટેક્સ વિભાગે નવા બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ અંતર્ગત કાર્રવાઇ શરૂ કરી છે. વિભાગ અનુસાર, 87ને નોટિસ ફટકારવામાં આવી છે જ્યારે 42 કેસમાં કરોડ રૂપિયાની બેંક ડિપોઝિટ્સ ટાંચમાં લેવામાં આવી છે. જણાવીએ કે, સરકારે નવા બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ અંતર્ગત ભારે દંડ અને 7 વર્ષની સજા થઈ શકે છે. અમદાવાદ, કોલકાતા, દિલ્હી, પૂણે, ચેન્નઇ અને ચંડીગઢના અનેક વિસ્તારોમાં બેનામી સંપત્તિધારકોને નોટિસો મોકલવામાં આવી છે. તેમાં સુરતના ચર્ચાસ્પદ કિશોર ભજિયાવાલાનો પણ સમાવેશ છે.
નોટબંધી બાદ કાળા નાણાં પર ત્રાટક્યા બાદ બેનામી સંપત્તિમાં પગલું ભરાયું છે. એક ટ્રસ્ટના એક કર્મચારીના અનેક ખાતા મળી આવ્યા છે, ચંડીગઢમાં એક નિવૃત્ત સરકારી અધિકારી પાસે બેનામી ફ્લેટ મળ્યો છે, એક વ્યક્તિએ અનેક જનધન ખાતામાં જમા કરેલી થાપણો સહિતના મામલે આવકવેરા વિભાગે નોટિસ ફટકારીને તેમના ખુલાસા માગ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -