દેશભરમાં ITનો સપાટોઃ ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં 600 કરોડની સંપત્તિ કરી જપ્ત
આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં 40 કેસમાં કુલ 530 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. છેલ્લા એક મહિનામાં આવકવેરા વિભાગની ઝપટે 10 જેટલા ભ્રષ્ટ સરકારી અધિકારીઓ પણ આવી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવકવેરા વિભાગે 23 મે સુધીમાં 400 જેટલી બેનામી લેણદેણ શોધી કાઢી હતી. જેમાં બેન્ક ખાતા, જમીનના પ્લોટ, ફ્લેટ અને દાગીના શામેલ છે. કુલ 240 જેટલા કેસમાં માલિકોની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આવકવેરા દ્વારા જપ્ત કરવામાં આવેલી સંપત્તિની માર્કેટ વેલ્યૂ 600 કરોડ રૂપિયાથી વધારે આંકવામાં આવી છે.
આવકવેરાવિભાગે કોલકાતા સહિતના શહેરોમાં કેટલાક બોગસ કંપનીઓ પણ શોધી કાઢી હતી. આવકવેરા વિભાગના પ્રિન્સિપલ ડાઇરેક્ટર ઑફ ઇન્વેસ્ટીગેશનના વડપણ હેઠળ દેશભરમાં 24 બેનામી પ્રોહિબીશન યુનિટ કામ કરી રહ્યા છે. યુનિટ દ્વારા બેનામી સોદા, સંપત્તિ શોધી કાઢીને ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે.
નવા બેનામી ટ્રાંઝ્કેશન (પ્રોહીબીશન) એક્ટ, 2016ને અસરકારક રીતે લાગૂ કરવાના ભાગરૂપ આવકવેરા વિભાગે ગત સપ્તાહે દેશભરમાં 24 બેનામી પ્રોહિબીશન યુનિટ (બીપીયુ)ની સ્થાપના કરી હતી. નવા કાયદાને લાગુ કરવા માટે આવકવેરા વિભાગે ગત વર્ષે 1લી નવેમ્બરથી કવાયત આરંભી હતી. નવા કાયદા હેઠળ સાત વર્ષ સુધીની જેલની સજા અને દંડની જોગવાઈ છે. આવકવેરા વિભાગે સગા-સંબંધીઓ કે અન્ય વ્યક્તિઓના નામે ઉભી કરવામાં આવેલી બેનામી સંપત્તિ શોધી કાઢી છે.
નવી દિલ્હીઃ કાળાનાણાંના મોર્ચે મહત્ત્વપૂર્ણ જંગ જારી રાખતા મોદી સરકારે બેનામી સંપત્તિના મામલે પણ કડક કાર્રવાઈ શરૂ કરી છે. આવકવેરા વિભાગે શરૂઆતમાં સફળતા મળી છે. વિભાગનું કહેવું છે કે, તેણે 240 કેસમાં 400થી વધારે બેનામી ડીલની જાણકારી મેળવી છે અને 600 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આવકવેરા વિભાગે ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં 40 જેટલા કેસમાં કુલ 530 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ ટાંચમાં લીધી હોવાનો દાવો કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -