રિલાયન્સ જિયોને 3250 કરોડની લોન આપશે જાપાનની બેંકો, જાણો અંબાણી આ રકમનું શું કરશે
ગત મહિને રિલાયન્સ જિયો બોર્ડે 20,000 કરોડ રૂપિયાનું ઋણ લેવાની મંજૂરી આપી હતી. જિયો અત્યાર સુધી તેના મોબાઇલ બિઝનેસમાં 3 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂક્યું છે અને મુકેશ અંબાણીની કંપની તેના ભાઈ અનિલ અંબાણીના મોબાઇલ બિઝનેસ સાથે જોડાયેલી પ્રોપર્ટી ખરીદવા 25,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિલાયન્સ જિઓ હાલ 4જી સર્વિસ આપી રહ્યું છે. તેનું કહેવું છે કે ભવિષ્યમાં નેટર્વકના વિસ્તરણ અને 5જી તથા 6જી ટેક્નોલોજી લાવવા માટે આ ભંડોળનો ઉપયોગ કરવામાં આવશે.
જે બેંકો સાથે રિલાયન્સ જિયોએ કરાર કર્યો છે તેમાં મિજુહો બેંક લિમિટેડ, એમયૂએફજી બેંક અને સુમિતોમો મિત્સુઈ બેંકિંગ કોર્પોરેશન સામેલ છે. આ બેંકો જલ્દી રિલાયન્સને ટર્મ લોન આપવા માટેની વિધિ પૂરી કરશે.
સમુરાઇ ટર્મ લોન એક એવી લોન છે, જેને જાપાની બેંકો ઓછા વ્યાજ પર આપે છે. કંપનીએ એમ પણ જણાવ્યું છે કે કોઈપણ એશિયન કોર્પોરેટને સમુરાઇ લોન તરીકે આપવામાં આવેલી સૌથી મોટી રકમ છે.
મુંબઈઃ મુકેશની અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ 3250 કરોડ રૂપિયાની સમુરાઈ ટર્મ લોન માટે જાપાનની બેંકો સાથે કરાર કર્યો છે. રિલાયન્સ જિઓ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે 53 બિલિયનની સમુરાઇ ટર્મ લોન 7 વર્ષ માટે બુલેટ મેચ્યોરિટી સાથે લેવા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. કંપની આ ટર્મ લોનનો ઉપયોગ મૂડી ખર્ચમાં કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -