Jio પ્રી-બુકિંગઃ આ રીતે જાણો તમારું બુકિંગ સ્ટેટસ
નવી દિલ્હીઃ રિલાયન્સના જિઓફોનનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. રિલાયન્સના આ 4જી ફોનનું બુકિંગ રિલાયન્સ ડિજિટલ સ્ટોર અને કંપનીના અન્ય સ્ટોર્સ પર પણ કરાવી શકાય છે. ઉપરાંત કંપનીની વેબસાઇટ અને MyJio એપથી તેનું બુકિંગ કરાવી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રી-બુકિંગ કરનારા ગ્રાહકોને આ ફોનની ડિલિવરી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ થઈ જશે. કંપનીએ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે આ ફોનની ડિલિવરી વહેલા તે પહેલા ધોરણે કરવામાં આવશે.
જણાવીએ કે, ફોનની ઇફેક્ટીવ વેલ્યૂ 0 રૂપિયા રાખવામાં આવી છે. જોકે, ગ્રાહકોએ 1500 રૂપિયા ડિપોઝીટ પેટે આપવા પડશે. આ રૂપિયા ત્રણ વર્ષ બાદ જો તમે ફોન પરત કરો છો તો તમે પરત કરી દેવામાં આવશે. તેમાં 500 રૂપિયા બુકિંગ સમયે અને બાકીના 1000 રૂપિયા ડિલિવરી સમયે આપવાના રહેશે.
જો તમે પણ આ ફોનનું બુકિંગ કરાવ્યું હોય અને તમારા બુકિંગ સ્ટેટસ વિશે જાણવા માગતા હોય તો કંપનીએ તેના માટે એક નંબર જારી કર્યો છે. કંપનીએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ જાણકારી આપી છે. તમે '18008908900' પર ફોન કરીને તમારા ફોનનું બુકિંગ સ્ટેટસ જાણી શકો છો. ઉપરાંત જિઓના ગ્રાહક MyJio એપના મેનેજ વાઉચર સેક્શનમાં જઈને જાણકારી મેળવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -