Renault Kwidને ભારતમાં બે વર્ષ પૂરા, લોન્ચ કરી સ્પેશિયલ એનિવર્સિરી એડિશન
Kwid 02 Anniversary Editionના એન્જિનમાં રેગ્યુલર મોડલની સામે એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ બે એન્જિન વેરિઅન્ટ્સ, 800 સીસી અને 1000 સીસીમાં અવેલેબલ છે. બાકી અન્ય ફીચર્સ પણ લગભગ સરખા જ છે. રેનોએ ક્વિડનાં ભારતમાં 1.75 લાખથી વધારે મોડલ વેચ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં રેનો ક્વિડની બીજી એનિવર્સિરી પર કંપનીએ સ્પેશિયલ લોન્ચ કરવામાં આવેલ એડિશન મોડલની એક્સ શોરૂમ કિંમત 3.43 લાખ રૂપિયા રાખી છે. આ શરૂઆતની કિંમત છે. કારના ઇન્ટીરિયરમાં પણ કેટલાક અપડેટ કરવામાં આવ્યા છે. તેમાં સીટો પર ‘02’ લોગો આપવામાં આવ્યો છે. ફ્લોર મેટ્સ અને સ્ટીયરિંગ વીલ પર પણ ‘02’ જોઈ શકાય છે. એસી વેન્ટ્સને કલરફુલ રાખવામાં આવ્યા છે.
તેમાં 7 ઇંચ ટચસ્ક્રીન મીડિયા એનએનવી સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વન ટચ લેન ચેન્જ ઇન્ડિકેટર અને રેડિયો સ્પીડ ડિપેન્ડેન્ટ વોલ્યૂમ કન્ટ્રોલ આપવામાં આવ્યો છે. તેના એક્સટીરિયર લુકમં લાલ અને સફેદ કલર કોમ્બિનેશનથી નવો લુક આપવામાં આવ્યો છે. નવા સ્પોર્ટલાઈન ગ્રાફિક્સ છે, જે 02 લોગો અને હુડ પર એંગુલર શેપમાં ક્વિટને 02 લોગો સાથે આવે છે.
નવી દિલ્હીઃ ફ્રેન્ચ કારમેકર, રેનોએ શુક્રવારે ભારતમાં ક્વિટ 02 એનિવર્સરી એડિશન લોન્ચ કરી છે. આ સ્પોર્ટી એડિશન યૂનીક ડિઝાઈન એલિમેન્ટ્સથી સજ્જ છે. આ નવી કાર ક્વિડના બે સૌથી વધારે વેચાતા કલર, લાલ અને સફેદમાં બજારમાં ઉતારવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -