RBIએ ફરી 500ની નવી નોટ જારી કરી, જાણો જૂની નોટનું શું થશે...
તમને જણાવીએ કે, 8 નવેમ્બરે નોટબંધી બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 500 અને 2000 રૂપિયાની નવી નોટ જારી કરી હતી. ત્યારે મોદી સરકારે જૂની 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાંથી તાત્કાલીક હટાવી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ટ્વિટર હેન્ડલ પર તેની જાણકારી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્સેટમાં એ લખેલ 500 રૂપિયાની બેંકનોટ્સ જારી.
નવો ઇન્સેટલ લેટર એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ડો. ઉર્જિત પટેલની સહીવાળી બન્ને પેનલ પર અંકિત હશે. નોટની પાછલ છાપકામનું વર્ષ 2017 લખેલ છે. નોટના બાકીના ફીચર 8 નવેમ્બર બાદ જારી કરવામાં આવેલ નવી નોટ જેવા જ હશે.
આરબીઆઈની આ જાહેરાતો સ્પષ્ટ મતલબ છે કે તમારા માટે કોઈ પરેશાનીની વાત નથી, માત્ર એક નવી નોટ જારી કરવામાં આવી છે, પરંતુ જૂની નોટને તેનાથી કોઈ અસર નહીં પડે અને તે ચલણમાં ચાલતી રહેશે.
મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 500 રૂપિયાની નવી નોટ જારી કરી છે. આરબીઆઈએ કહ્યું કે આ નવી નોટ પર ઇન્સેટ લેટર 'A' લખેલ હશે. તેની સાથે જ આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે 8 નવેમ્બર બાદ જારી થયેલ 500 રૂપિયાની નોટ ચલણમાં યથાવત રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -