માત્ર 12 વ્યક્તિઓ બે લાખ કરોડ રૂપિયા દબાવીને બેઠા છે
સમિતિએ ૩૧ માર્ચ ૨૦૧૬ના રોજે બેન્કો દ્વારા ૬૦ ટકા રકમ બિન કાર્યક્ષમ તરીકે વર્ગીકૃત કરાઇ હોય તેવા ~૫૦૦૦ કરોડથી વધુ રકમના ફંડ અને નોન-ફંડ આધારિત બાકી રકમ સાથેના તમામ ખાતાઓને આઇબીસી રેફરન્સમાં મોકલી દેવાની ભલામણ કરી છે. રિઝર્વ બેન્કે મંગળવારે સૌથી વધુ એનપીએ ધરાવતાં ૫૦૦ ખાતાઓની ઓળખ કરી છે. બીજી સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે માત્ર ૧૨ ખાતાધારકો પાસેથી કુલ એનપીએનો ૨૫ ટકા હિસ્સો વસૂલવાનું બાકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કંપનીઓ કે લોકો પાસેથી પૈસા વસૂલવા રિઝર્વ બેન્કે બેન્કરપ્સી કાયદા હેઠળ પગલું ભરવાની ભલામણ કરી છે. ડિફોલ્ટર્સનું નામ લીધા વગર રિઝર્વ બેન્કે કહ્યું છે કે ધિરાણકર્તાઓને લેણાંની વસૂલાત માટે ઇન્સોલ્વન્સી કાર્યવાહી શરૂ ધરવાનું કહેવામાં આવશે.
નવી દિલ્હીઃ બેંકો ફસાયેલીલોન (એનપીએ)ની સમસ્યાનું સમધાન કરવાની દિશામાં રિઝર્વ બેંકે કાર્રવાઈ ઝડપી કરી છે. કેન્દ્રીય બેંકે 5,000 કરોડ રૂપિયાથી વધારેની બાકી લોન ધરાવતા 12 બેંક ખાતાની ઓળખ કગરી છે. આ ખાતામાં બેંકોની કુલ ફસાયેલી લોનના 25 ટકા રકમ છે. આ ખાતાઓમાં બેન્કોનું આશરે રૂપિયા બે લાખનું ડૂબત ઋણ છે.
હાલમાં બેન્કિંગ સેક્ટરમાં રૂપિયા આઠ લાખ કરોડથી વધુની બિન-કાર્યક્ષમ અસ્કયામતો છે. જેમાંથી રૂપિયા છ લાખ કરોડ તો રાષ્ટ્રીયકૃત બેન્કોના જ છે. રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે આંતરિક સલાહકાર સમિતિ (આઇએસી)એ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્ટ્સી કોડ હેઠળ કાર્યવાહી કરવા માટે આ ખાતાઓને સુપરત કરવાની ભલામણ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -