'IRCTC યાત્રી વીમા યોજના', જાણો તેની સાથે જોડાયેલ તમામ મહત્ત્વપૂર્ણ જાણકારી
દુર્ઘટના બાદ રકમ મેળવવા માટે નોમિનીને દુર્ઘટનાના 4 મહિનાની અંદર વીમાની રકમ માટે ક્લેમ કરી શકશે. ક્લેમ એનઈએફટી દ્વારા કરવામાં આવશે. ઉપરાંત ક્લેમ લેવા માટે નોમિનીને તમામ જરૂરી દસ્તાવેજ પણ જમા કરાવવા પડશે. હાલમાં માત્ર ત્રણ કંપનીઓ જ રેલવે યાત્રા વીમાની સુવિધા આપી રહી છે. તેમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, રોયલ સુંદરમ જનરલ ઇન્શ્યોરન્સ અને શ્રીરામ જનરલ ઇન્શ્યોરન્સ સામેલ છે. જ્યારે વેબસાઈટ પર ઇન્શ્યોરન્સ લેતા સમયે નોમિનીની વિગત ભરવાની રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રવાસીનું મૃત્યુ થાય કે કાયમી વિકલાંગતા રહે તેવી સ્થિતિમાં વીમાની 100 ટકા રકમની ચૂકવણી દુર્ઘટના થયાની તારીખથી 12 મહિનાની અંદર કરવામાં આવશે. આ વીમાની રકમના 75 ટકા ગંભીર રીતે ઘાયલ થવા અને 20 ટકા ચૂકવણી હોસ્પિટલના ખર્ચ અથવા મેડિકલ ટ્રીટમેન્ટ માટે કરવામાં આવશે. જ્યારે ટ્રેન દુર્ઘટના પણ રેલવે એક્ટ (1989) અંતર્ગત ડિફાઈન કરવામાં આવી છે. એક્ટના સેક્શન 123, 124, 124Aમાં તેની વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે.
રેલવે યાત્રા વીમા તમને રેલવે પ્રવાસ દરમિયાન થયેલ દુર્ઘટના માટે ચૂકવણી કરશે. તેમાં 2 ટ્રેનની વચ્ચે ટક્કર થવી, ટ્રેન પાટા પરથી ઉતરી જવી જેવી દુર્ઘટના સામેલ છે. અકસ્માત થવાની સ્થિતિમાં પેસેન્જર અથવા નોમિની (પોલિસી હોલ્ડરના મૃત્ય થવા પર) ક્લેમ કરી શકે છે. તેમાં મૃત્યુ, ગંભીર રીતે ઘાયલ થવાને કારણે વિકલાંગ થવું અને હોસ્પિટલનો ખર્ચ જેવી સ્થિતિમાં વીમાની રકમ માટે ક્લેમ કરી શકાશે. ક્લેમ માટે પીએનઆર નંબર હોવો પણ જરૂરી છે.
આઈઆરસીટીસીની વીમા યોજનાનો લાભ તમે વેબસાઇટથી ટુકિટ બુક કરાવતા સમયે લઈ શકો છો. ટિકિટ બુક કરાવતા સમયે તમારી સામે વીમો લેવાનો વિકલ્પ આવશે. તેને સિલેક્ટ કરતાં જ તમારી ટિકિટની કિંમત ઉપરાંત 92 પૈસા વધારે કપાઈ જશે અને તમારો રેલવે યાત્રા વીમો થઈ જસે. આ સુવિધા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકને અને વિદેશી નાગરિકને નહીં મળે.
ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્ક્સમાંથી એક છે. હાલમાં જ કાનપુરમાં 14 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. વિતેલા એક મહિનામાં આ બીજો મોટો રેલવે અકસ્માત છે. આ પહેલા કાનપુરમાં જ પટના-ઇન્દોર એક્સપ્રેસ પણ એક દુર્ઘટનાનો ભોગ બની હતી જેમાં 140થી વાગે લોકો માર્યા ગયા હતા. રેલવેમાં આ પ્રકારની દુર્ઘટના વારંવાર થવી એ ચિંતાજનક છે. આ સ્થિતિમાં તમારી પાસે રેલવે વીમો હોવો જરૂરી છે. જાણો આઈઆરસીટીસીની યાત્રી વીમા યોજના વિશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -