10 આંકડાના પાન કાર્ડ નંબરમાં છૂપાયેલું છે કયું રહસ્ય, જાણો
છેલ્લો અક્ષર છે આલ્ફાબેટ ચેક. પાન કાર્ડ નંબરનો છેલ્લો અક્ષર એક લેટર હોય છે, જે એક આલ્ફાબેટ ચેક ડિજિટ હોય છે. તે છેલ્લા નવ અક્ષરો અને નંબરો માટે એક ફોર્મ્યૂલા લાગુ કરવાથી જનરેટ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછઠ્ઠા ડિજિટથી લઈને નવમા ડિજિટ સુધી આંકડા હોય છે. આ આંકડા 0001થી લઈને 9999 સુધી કોઈપણ આંકડો હોઈ શકે છે. હકિકતમાં, તે એ નંબર હોય છે, જેની સીરિઝ તમારું પાન કાર્ડ બનાવતી વખતે આવકવેરા વિભાગમાં ચાલી રહી હોય છે.
પાન કાર્ડનું પાંચમું કેરેક્ટર તમારી સરનેમ કે પછી સંસ્થાના નામનો પ્રથમ અક્ષર હશે, અન્ય મામલામાં સંસ્થાનું નામ હશે. જેમ કે તમારું નામ રાહુલ શર્મા છે તો પાંચમો અક્ષર S હશે.
ચોથો અક્ષર પાન કાર્ડ ધારકના સ્ટેટસ વિશે જણાવે છે. જેમ કે C-કંપની માટે, P-વ્યક્તિ અથવા પર્સન, F-ફર્મ, A-AOP (અસોસિએશન ઓફ પર્સન), T-ટ્રસ્ટ, H-HUF (હિંદુ અનડિવાઈડેટ ફેમિલી), B-BOI (બોડી ઓફ ઈન્ડિવિઝ્યુઅલ), L-લોકલ, J-આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન, G-ગવર્નમેન્ટ માટે ઉપયોગમાં લેવાય છે.
પાન કાર્ડના નંબરના શરૂઆતના ત્રણ અક્ષર અંગ્રેજીના અક્ષર હોય છે, જે Aથી Z સુધીમાં કોઈપણ હોય છે. આ અક્ષર શું હશે અને તેનો ક્રમશ શું હશે, તે ઇનકમ ટેક્સ વિભાગ નક્કી કરે છે.
લોકોની નાણાંકીય લેવડ દેવડમાં પારદર્શિતા લાવવા અને તેના પર નજર રાખવા માટે જરૂરી ગણાતા પાન કાર્ડમાં નોંધાયેલ 10 નંબર ખૂબ જ મહત્ત્વના હોય છે. આ દસ નંબર તમારી અટકની સાથે સાથે તમારા વિશે સંપૂર્ણ જાણકારી દર્શાવે છે. જો તમારી પાસે પાન કાર્ડ છે તો તમે સારી રીતે જાણતા હશો કે તમારા પાન કાર્ડમાં તમારી જન્મતારીખની નીચે એક પર્મનન્ટ એકાઉન્ટ નંબર હોય છે. આ નંબર અંગ્રેજીના મોટા અક્ષરોથી શરૂ થાય છે અને તેમાં આંકડાકીય સંખ્યા પણ સામેલ હોય છે. પાન કાર્ડ પર લખેલા દરેક આંકડા અને અક્ષર ખાસ હેતુથી લખાયેલા હોય છે. આવો જાણીએ, આખરે શું છે પાન કાર્ડ પરના આ નંબરનો અર્થ...
- - - - - - - - - Advertisement - - - - - - - - -