આવો ભવ્ય છે વિજય માલ્યાનો કિંગફિશર વિલા, બોલીવુડના આ અભિનેતાએ ખરીદ્યો, જુઓ PHOTOS
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિંગફિશર વિલા ડિલક્સ રિઅલ એસ્ટેટ પ્રોપર્ટી છે. આ ઘરમાં સ્વીમિંગ પુલ, ઇમ્પિરિયલ રૂમ સહિત કુદરતનો નજારો પણ તમે ઘરે બેઠાં બેઠાં જોઈ શકો છો. અહીં રૂમની બહારની બેઠકમાંથી દરિયાની લહેરોની મજા માણી શકાય છે. માલ્યાના આ શાનદાર વીલાની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
આ ઘરમાં ત્રણ ગ્રાન્ડ સાઇઝના લક્ઝરી બેડરૂમ, એક મોટો લીવિંગ રૂમ અને એક મોટું ગાર્ડન છે. આ ઘરને માલ્યાએ ખાસ ગોવાની સ્ટાઇલમાં ડિઝાઇન કરાવ્યો છે.
માલ્યા પોતાની લક્ઝરી લાઇફસ્ટાઇલ, હાઇ પ્રોફાઇલ પાર્ટીઓ અને એશઆરામ માટે ઓળખાય છે. દુનિયાભરમાં તેમના કેટલાય આલીશાન ઘર અને વિલા છે. તેમાંથી કેટલાક ભારતમાં તો કેટલાક વિદેશોમાં છે. ભારતના ગોવામાં પણ માલ્યાનો આલીશાન કિંગફિશર વિલા છે જેની હવે હરાજી થવા જઈ રહી છે. આ વિલા કેલાનગ્યૂટ બીચ પર સ્થિત છે. ખાસ વાત એ છે કે આ વિલા રોડથી લઈને બીચ સુધી ફેલાયેલો છે.
માલ્યા આ વિલામાં એક સમયે વૈભવી પાર્ટી કરતા હતા. આ પહેલા વિલાની હરાજી માટે રિઝર્વ પ્રાઈસ 85.29 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. યૂનાઈટેડ સ્પિરિટ્સની સાથે લાંબી કાયદાકીય લડા બાદ આ વર્ષે મેમાં વિલાનો કબ્જો બેંકોને મળ્યો હતો.
એસબીઆઈના વરિષ્ઠ અધિકારીઓએ આ મામલે કંઈપણ કહેવાની ના પાડી છે જ્યારે વિકિંગ મીડિયાના માલિક અને એક્ટર-પ્રોડ્યુસર સચિન જોશી સાથે સંપર્ક નથી થઈ શક્યો. માલ્યાને લોન આપનાર 17 બેંકોના એક કન્સોર્ટિયમ લોનની 9000 કરોડ રૂપિયા વસૂલવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ ક્રમમાં જ મુંબઈ સ્થિત કિંગફિશર હાઉને પણ વેચવાનો પ્રયત્ન જારી છે.
મુંબઈઃ લિકર કિંગ વિજય માલ્યાને લોન આપનાર બેંકોએ સ્ટેટ બેંકની આગેવાનીમાં ગોવાનો કિંગફિશર વિલા 73.01 કરોડ રૂપિયામાં વેચ્યો છે. આ પહેલા બેંકોએ આ વિલાને વેચવા માટે ત્રણ પ્રયત્ન કર્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી. મૂવી પ્રોડક્શન કંપની વિકિંગ મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટે આ વિલાને એક પ્રાઈવેટ ડીલ અંતર્ગત ખરીદ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -