Tata Motors બંધ કરશે Nano, Sumo, Indica અને Indigo CSનું પ્રોડક્શન, 4 નવી કાર લોન્ચ કરવાની યોજના
ટાટા મોટર્સે વિતેલા વર્ષે માર્ચમાં ટિએગો લોન્ચ કરી મિની સેગમેન્ટમાં તહેલકો મચાવ્યો હતો. એક્સપર્ટ્સનું કહેવું છું કે, ટિએગો ઓછી કિંતમાં વધુ ફીચર્સવાળી કાર છે. કંપનીનું કહેવું છે કે, ટિગોર, હેક્સા અને નેક્સન મળીને કંપનીનાં વેચાણમાં ત્રીજા ભાગનો હિસ્સો બનશે. હાલમાં જ લોન્ચ કરવામાં આવેલ ટિગોરને ભારતીય બજારમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઓનલાઈન બુકિગંનીવાત કરીએ તો આ કારનું 20 ટકા બુકિંગ માત્ર ઇન્ટરનેટ દ્વારા જ થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં કંપનીના પોર્ટફોલિયોમાં 10 પ્રોડક્ટ્સ છે, જેમાં હાલમાં જ લોન્ચ કરવામાં આવેલ ટિગોર પણ સામેલ છે. હવે કંપની વર્ષ 2019-20 સુધી ચાર નવી પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહી છે. તેના કારણે કંપની પોતાના જૂની મોડલ નેનો, ઇન્ડિકા, ઇન્ડિગો અને સુમો બંધ કરી શકે છે. તમને જણાવીએ કે, સુમો ગ્રાન્ડ ટાટા મોટ્રસમાં સૌથી જૂની પેસન્ટર વ્હીકલ્સમાંથી એક છે. 25 વર્ષ પહેલા ભારતીય બજારમાં તેને ઉતારવામાં આવી હતી.
ટાટા મોટર્સે થોડાક જ દિવસ પહેલા જ પોતાની પરફોર્મન્સ કાર ટમો રેસમોને જીનીવા મોટર શો દરમિયાન રજૂ કરી હતી અને આ પહેલા ઇન્ડિયન ઓટો એક્સ્પો 2016માં નેક્સન રજૂ કરવામાં આવી હતી.
ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીએ વિતેલા વર્ષે કહ્યું હતું કે, નેનોના ઘટતા વેચાણને કારણે કંપનીને ખોટ થઈ રહી છે. માટે કંપની નેનોનું પ્રોડક્શન બંધ કરવાની યોજના બનાવી રહી છે.
નવી દિલ્હીઃ દેશની મોટી કાર કંપની ટાટા મોટર્સ આવતા 3-4 વર્ષમાં પોતાની 4 કાર Nano, Indica, Indigo CS અને Sumoનું પ્રોડક્શન બંધ કરવાની યોજના બનાવી રહી છે. એક અંગ્રેજી સમાચાર પત્રમાં પ્રકાશિત અહેવાલ અનુસાર વર્ષ 2019-20માં ટાટા મોટર્સ ફ્યૂચરમાં બે-પ્લેટફોર્મ પર પોતાની કાર બનાવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -