વિજય માલ્યા પાસેથી લેવાના નીકળતા 8191 કરોડમાંથી માત્ર આટલી રકમ થઈ છે રિકવર, જાણો
ગંગવારે કહ્યું કે, આ મામલે આરબીઆઈના દિશાનિર્દેશો અને બેંક બોર્ડ્સના નિયમોના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અનેક સરાકરી બેંકો પાસેથી લોન લઈને ભાગી જનાર માલ્યા હાલમાં બ્રિટનમાં છે. માલ્યા વિરૂદ્ધ અનેક એજન્સીઓએ સમન જારી કર્યા છે. નામાં મંત્રાલયના આગ્રહ બાદ વિદેશ મંત્રાલયે વિજય માલ્યાનો પાસપોર્ટ રદ્દ કરી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યસભામાં માલ્યાની બાકી લોનને લઈને સરકાર તરફથી ઉઠાવવામાં આવેલ પગલાને લઈને પૂછવામાં આવેલ સવાલના જવાબમાં ગંગવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, માલ્યાની સંપત્તિ વેચવા સહિત બેંક લોનની રિકવરી માટે તમામ પ્રયત્ન કરી રહ્યા છીએ.
મુંબઈઃ ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાને આપવામાં આવેલ અંદાજે 8000 કરોડ રૂપિયાની લોનનો સામાન્ય હિસોસ જ વસુલી શકી છે બેંક. કેન્દ્ર સરકાર તરફથી મંગળવારે સંસદમાં એક સવાલના જવાબમાં આ જાણકારી આપવામાં આવી છે.
નાણાં રાજ્યમંત્રી સંતોષ ગંગવારે રાજ્યસભામાં લેખીત જવાબમાં કહ્યું કે, 31 ડિસેમ્બર 2016ના રોજ બેંકોએ 8191 કરોડ રૂપિયા વિજય માલ્યા પર બાકી હતા. ગંગવારે કહ્યું કે, સરકારી બેંકો પાસેથી મળેલી જાણકારી અનુસાર આ રકમમાંથી માત્ર 155 કરોડ રૂપિયાની એટલે કે 2 ટકા રકમની જ રિકવરી થઈ શકી છે. બેંકોએ માલ્યાની જપ્ત કરવામાં આવેલ સંપત્તિની ઓનલાઈન હજારી દ્વારા આ રિકવરી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -