ટ્રેનના 3rd AC કોચના લોઅર બર્થ તમને નહીં મળે, એક વિશેષ વર્ગ માટે રહેશે રિઝર્વ્ડ
નવી દિલ્હીઃ જો તમે રેલવેમાં પ્રવાસ કરવાની યોજના બનાવી રહ્યા છો તો અને તમે 3rd AC કોચમાં લોઅર બર્થ રિઝર્વ કરાવવા માગો છો તો તમે એમ કરાવી નહીં શકો. ભારતીય રેલવેએ 3rd AC કોચમાં લોઅર બર્થને દિવ્યાંગો માટે રિઝર્વ રાખવાનો નિર્ણય કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં દિવ્યાંગો માટે માત્ર સ્લીપર શ્રેણીમાં જ આ પ્રકારે અનામત સીટની સુવિધા છે. રેલવે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે ‘ટ્રેનોના થર્ડ એસી ડબ્બામાં દિવ્યાંગો માટે લોઅર બર્થ અનામત રહેશે. તેના માટે જરૂરી સોફ્ટવેર વિકસિત કરવામાં આવી રહ્યો છે. દિવ્યાંગો માટેની થર્ડ એસી ક્વોટા ફેસિલિટીની આ સપ્તાહે જાહેરાત થશે.
હાલમાં જ બનેલી એક ઘટનામાં વ્હીલચેર પર બેઠેલી એક એથ્લિટને લોઅર બર્થ મળવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. અપર બર્થ મળવાને કારણે મેડલ વિજેતા પેરા-એથ્લિટ સુબરાના રાજને નાગપુર-નિઝામુદ્દીન ગરીબ રથ એક્સપ્રેસમાં જમીન પર સૂવું પડ્યું હતું, જેનો વીડિયો વાઈરલ થતા ખાસ્સો વિવાદ થયો હતો. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આ ઘટનાની તપાસ માટે આદેશ આપ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -