હોળી પહેલા સરકારની LPG ગ્રાહકોને મોટી ભેટ, કિંમતમાં કર્યો ઘટાડો
19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતાં પણ 77થી લઈને 80 રૂપિયા સુધનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં તેની કિંમત 1230 રૂપિયા, કોલકાતામાં 1270.50 રૂપિયા, મુંબઈમાં 1181 રૂપિયા અને ચેન્નઈમાં ઘટાડા બાદ 1307 રૂપિયા પ્રતિ સિલિન્ડર કિંમત થઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં ઓઈલ ઇન્ડિયાએ 2.5 રૂપિયાથી પણ વધારેનો ઘટાડો કર્યો છે. હવે 1 માર્ચથી સબસિડીવાળી સિલિન્ડર માટે દિલ્હીમાં 493.09 રૂપિયા આપવાના રહેશે. જ્યારે કોલકાતામાં 496.60, મુંબઈમાં 490.80 અને ચેન્નઈમાં 481.21 રૂપિયા ચૂકવવાના રહેશે.
નવી દિલ્હીઃ હોળી પહેલા ઓઈલ કંપનીઓએ ગેસ સિલન્ડરની કિંમતમાં ઘટાડો કરીને ગ્રાહકોને ભેટ આપી છે. આ વખતે સબસિડી વગરના સિલન્ડરની સાથે સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. સાથે જ કોમર્શિયલ ઉપયોગમાં લેવાતા 19 કિલો સિલિન્ડરની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. સિલિન્ડરની કિંમતમાં ઘટાડો 1 માર્ચ એટલે કે આજથી લાગુ થઈ ગયો છે. ગેસ સિલિન્ડરમાં કરવામાં આવેલા ઘટાડાની વિગતો ઓઇલ ઇન્ડિયાની વેબસાઈટ પરથી સામે આવી છે.
ઇન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર સબસિડી વગરના 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત 45.50 રૂપિયાથી લઈને 47 રૂપિયા પ્રતિ સિલિન્ડર ઘટાડવામાં આવી છે. દિલ્હીમાં હવે સિલિન્ડર 689 તો મુંબઈમાં 661, કોલકાતામાં 711.50 અને ચેન્નઈમાં 699.50 રૂપિયામાં સિલિન્ડર મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -