આધાર દ્વારા પણ બુક થશે ટ્રેન ટિકિટ, રેલવેમંત્રી સુરેશ પ્રભુએ જારી કર્યો 2017-18નો એક્શન પ્લાન
રેલવે યાત્રીઓને વધુને વધુ સુવિધા કઈ રીતે મળે તેનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે. આ અગાઉ રેલવે બોર્ડે ટ્રેનમાં વરિષ્ઠ નાગરિકો માટે ભાડામાં છૂટછાટ આપવા સાથે સંબંધિત આધાર કાર્ડને ફરજિયાત કરવાની જાહેરાત કરી હતી. પહેલી એપ્રિલથી આધારકાર્ડ સિનિયર સિટીઝનને ભાડામાં છૂટછાટ મેળવવા માટે જરૂરી રહેશે. આધાર વગર ટ્રેનમાં ભાડામાં કોઈ છૂટછાટ મળશે નહીં. અલબત્ત ૩૧મી માર્ચ સુધી આ સુવિધા વૈકલ્પિક રીતે રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેલવે વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે નવા પ્લાન મુજબ રેલવેની આ વર્ષે ભારત બાંગ્લાદેશ ફ્રેટ ટ્રેન લોન્ચ કરવાની યોજના પણ છે. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન નવા મોડલ્સથી ડિલિવરી સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવશે. સાતથી વધારે હિમસાગર ટ્રેન લોન્ચ કરવાની પણ યોજના રહેલી છે.
નવા બિઝનેસ પ્લાનમાં ટુરીસ્ટ ટ્રેન લોન્ચ કરવાની બાબતનો પણ સમાવેશ થાય છે. આ ટુરીસ્ટ ટ્રેનો તમામ હિલ સ્ટેશનોને જોડશે. આનાથી યાત્રીઓને વધારે આરામદાયક પ્રવાસ કરવાની તક મળી જશે. સાથે સાથે ખૂબ સારા અનુભવ થશે. કેટેરીંગ સર્વિસ અને અન્ય ખામીઓને દુર કરવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
ઘણા બધા પગલાં લેવામાં આવ્યા હોવા છતાં રેલવેમાં બલ્ક ટિકિટ બુકીંગ કરાવવાના દુષણનો અંત આવી શક્યો નથી. ત્યારબાદ આ પ્રકારની ટિકિટોને વધારે ઉંચી કિંમત ઉપર વેચી દેવામાં આવે છે. રેલવે માટે આ ખૂબ જ ગંભીર પ્રકારની સમસ્યા બની ચુકી છે.
આધાર નંબર આઈઆરસીટીસી ટિકિટિંગ સાઈટ ઉપર એક વખતે નોંધણી કરવા માટે જરૂર પડશે. આ પગલાંનો હેતુ બનાવટી ઓળખ આપીને નોંધણી કરાવવાથી લોકોને રોકી શકાશે. રેલવે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ આ સંદર્ભમાં માહિતી આપતા કહ્યું હતું કે રેલવે દ્વારા આ હેતુ માટે એક સોફ્ટવેર તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે.
નવા બિઝનેસ પ્લાનમાં જણાવવામાં આવ્યું છે કે, આધાર આધારીત ટિકિટીંગ સિસ્ટમ ઉપરાંત રેલવે દેશભરમાં ૬૦૦૦ પોઈન્ટ ઓફ સેલ મશીન અને ૧૦૦૦ ઓટોમેટિક ટિકિટ વેન્ડીંગ મશિન સ્થાપિત કરીને કેસલેશ ટિકિટીંગની દિશામાં આગળ વધશે. ઈન્ટેગ્રેટેડ ટિકિટીંગ એપ કેસલેશ ટ્રાન્જેકશનને પ્રોત્સાહન આપવા માટે મે મહિના સુધી લોન્ચ કરી દેવામાં આવશે.
નવી દિલ્હીઃ રેલવેમંત્રી સુરેશ પ્રભુએ ગુરુવારે નાણાંકીય વર્ષ 2017-18 માટે એક્શન પ્લાન જારી કર્યો છે. જેમાં પ્રભુએ અનેક મોટી જાહેરાત પણ કરી છે. નવા પ્લાન અનુસાર સ્ટેશનોના ડિજિટલાઈઝેશન પર ઝડપથી કામ કરવામાં આવશે અને રેલવે આધાર કાર્ડ દ્વારા ટ્રેન ટિકિટ બુકિંગને ઉત્તેજન આપશે. ઉપરાંત સરકાર ટૂરિઝમનો પ્રોત્સાહન આપવા માટે નવી પોલિસી લોન્ચ કરવાની પણ તૈયારીમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -