ઝકરબર્ગે કર્યો મોટો ખુલાસો, કહ્યું- મારો ખુદનો પર્સનલ ડેટા પણ વેચાયો હતો
ફેસબુક ડેટા લીકમાં આશરે 8 કરોડ 70 લાખ લોકોને અસર પહોંચી હતી. ઝુકરબર્ગે ફેસબુક દ્વારા થયેલી ગડબડની જવાબદારી લીધી હતી. આ ઉપરાંત ચૂંટણી દરમિયાન લોકોનો ભરોસો અકબંધ રાખવાનું પણ કહ્યું હતું. તેણે કહ્યું કે ભારતમાં આગામી ચૂંટણી દરમિયાન સતર્કતા વર્તવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાર્ક ઝુકરબર્ગે જણાવ્યું કે તે માને છે કે આ ઇન્ડસ્ટ્રીમાં રેગ્યુલેશન હોવું `અનિવાર્ય' છે. ફેસબૂક પર પ્રાઇવસી સ્કેન્ડલ્સ અને રશિયાની દરમિયાનગીરી વચ્ચે બંને પાર્ટીના લો મેકર્સે ફેસબૂક અને અન્ય સોશ્યલ મીડિયા કંપનીઓના સંભવિત રેગ્યુલેશનનો પ્લાન રજૂ કર્યો છે. રેગ્યુલેશન કેવા પ્રકારનું છે તેની વિગતો બહાર આવી નથી. ઝુકરબર્ગે બુધવારે કહ્યું કે અમુક પ્રકારનું રેગ્યુલેશન હોય તે અનિવાર્ય છે, છતાં તેણે સાવચેત સૂરમાં કહ્યું હતું કે લો મેકર્સે તેમના હેતુમાં કાળજી રાખવાની જરૂર પડશે.
અમેરિકન કોંગ્રેસ સામે જવાબ આપતાં ઝુકરબર્ગે કહ્યું કે,’અમારી એ જવાબદારી છે કે માત્ર ટૂલ્સ જ ન બનાવીએ પણ એ પણ જોવું જોઇએ કે ટૂલ્સનો ઉપયોગ સારી રીતે થવો જોઇએ. એ વાત સ્પષ્ટ છે કે અમે ટૂલ્સનો ઉપયોગ ગેરકાયદેસર રીતે કરવાનું ના રોકી શક્યાં. ફેક ન્યૂઝ, હેટ સ્પીચ, ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપ, ડેટાની ગોપનિયતા જેવા નુકસાન રોકવા માટે અમે યોગ્ય પગલાં ન ભરી શક્યાં. મેં ફેસબુક શરૂ કર્યું હતું. હું ફેસબુક ચલાવું છું અને આ માટે માત્ર હું જ જવાબદાર છું.’
બુધવારે પૂછપરછના બીજા દિવસે ઝુકરબર્ગે કેલિફોર્નિયાના ડેમોક્રેટ અન્ના ઇશૂના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ફેસબૂકે જણાવ્યું છે કે 2,70,000 યુઝર્સે પર્સનાલિટી ક્વિઝમાં ભાગ લીધો ત્યારે 8.7 કરોડ લોકોના પર્સનલ ડેટાની ચોરી થઇ હતી અને આ માત્ર તેમના જ પર્સનલ ડેટા ન હતા પરંતુ બહારની એપ મારફત પ્રવેશેલા તેમના મિત્રોના ડેટાનો પણ તેમાં સમાવેશ થતો હતો. કેમ્બ્રિજ એનાલિટિકાએ આ ડેટા મેળવ્યો હતો અને વિશ્વમાં વિવિધ દેશોમાં યોજાયેલી ચૂંટણીઓ પર અસર પાડવા તેનો ઉપયોગ કર્યો હતો.
નવી દિલ્હીઃ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગે ડેટા લીક મામલે અમેરિકનાની સંસદમાં બીજા દિવસે પણ હાજર થું પડ્યું. ઝકરબર્ગે અમેરિકાના સેનેટર્સની સામે કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીકને લઈને અનેક સવાલોના જવાબ આપ્યા. ઝકરબર્ગે જણાવ્યું કે, જે 8 કરોડ 70 હજાર લોકોના ફેસબુટા ડેટાનો ઉપયોગ થયો છે તેમાં મારો પર્સનલ ડેટા પણ સામેલ હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -