GST ઇફેક્ટ: મારુતિની નાની કાર સસ્તી, સિઆઝ-આર્ટિગા 1 લાખ સુધી મોંઘી થઈ
કંપની Alto 800થી S Cross સુધીના અનેક વાહનોનું વેચાણ કરે છે, જે 2.46 લાક રૂપિયાથી 12.03 લાખ રૂપિયાની વચ્ચે મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે કંપનીએ હાઈબ્રિડ ટેક્નોલોજીવાળી Ciaz અને Artigaના ડીઝલ મોડલ્સની કિંમતમાં વધારો કર્યો છે. મોડલોમાં કિંમતમાં વધારો અલગ અલગ રાજ્યો પ્રમાણે અલગ અલગ છે.
કંપનીએ કહ્યું, મારુતિ સુઝુકીના મોડલ્સની કિંમતમાં 3 ટકા સુધી ઘટાડો કરવામાં આવ્યો છે. જીએસટી પહેલા લાગુ વેટના દર અનુસાર ઘટાડો અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે.
વધેલી કિંમત અનુસાર Ciaz અને Artigaની કિંમતમાં 1 લાખ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, જીએસટીનો સંપૂર્ણ લાભ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ આજથી જીએસટી લાગુ થયા બાદ મારુતિએ કેટલીક કારની કિંમત ઘટાડવાનો નિર્ણય કર્યો છે. મારુતિએ પોતાના ગ્રાહકોને ભેટ આપતા પોતાના અલગ અલગ મોડલ્સની કિંમતમાં 3 ટકા સુધી ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત લાઇટ હાઈબ્રિડ વ્હીકલ્સ પર ટેક્સ કન્સેશન પરત ખેંચવાને કારણે કંપનીએ સ્માર્ટ હાઈબ્રિડ કાર Ciaz ડીઝલ અને Artiga ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -