Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
મિનિમમ બેલેન્સ ન રાખવા પર બેંકોએ ગ્રાહકો પાસેથી વસુલ્યા 5000 કરોડ, જાણો કઈ બેંક છે ટોચ પર
નવી દિલ્હી: સાર્વજનિક ક્ષેત્રની 21 અને ખાનગી ક્ષેત્રની ત્રણ મોટી બેન્કોએ ગત નાણાકીય વર્ષ 2017-18માં ખાતામાં મિનીમમ બેલેન્સ ન રાખવાના નિયમથી 5000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બેન્કિંગ આંકડાઓમાં આ વાત બહાર આવી છે. આ મામલે દંડ વસુલવામાં ભારતીય સ્ટેટ બેન્ક ટોચ પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSBI પછી HDFC બેન્કે 590.84 કરોડ રૂપિયા, Axis બેન્કે 530.12 કરોડ રૂપિયા અને icici બેન્કે 317.60 કરોડ રૂપિયા વસુલ્યા છે. SBI 2012 સુધી ખાતામાં મિનીમમ રકમ ન હોવાથી દંડ વસુલ્યો હતો. તેણે આ વ્યવસ્થા એક ઓક્ટોબર 2017થી ફરી શરૂ કરી છે. જોકે મિનીમમ બેલેન્સ ન રાખતા દંડ વસુલવામાં આવતા આલોચના થતા SBI એ દંડ ઘટાડી દિધો હતો.
ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર બેંકોને સેવા-અન્ય ચાર્જ વસુલવાનો અધિકાર છે. બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝીટ અને પ્રધાનમંત્રી જનધન યોજના મુજબ ખાતુ ખોલવા પર મિનિમમ રકમ રાખવાનો નિયમ લાગૂ નથી.
ભારતીય સ્ટેટ બેન્કે દંડના 4989.55 કરોડ રૂપિયામાંથી અડધો અડધ 2433.87 કરોડ રૂપિયા વસુલ્યા છે. ઉલ્લેખનીય છે કે એસબીઆઈને ગત નાણાકીય વર્ષમાં 6547 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. જો બેન્કને આ રકમ વધારાની કમાણી તરીકે મળી ન હોત તો તેનું નુકસાન વધારે રહ્યું હોત.
- - - - - - - - - Advertisement - - - - - - - - -