અંબાણી પરિવારે ઈશા અંબાણીના લગ્નનું પ્રથમ કાર્ડ સિદ્ધિવાનયક મંદિરમાં આપ્યું, જુઓ Pics
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવીએ કે ઈશા અંબાણીની સગાઈની ત્રણ દિવસીય ઉજવણી 23 સપ્ટેમ્બરે ઈટલીના લેક કોમોમાં થઈ હતી. આ પાર્ટીમાં બોલિવૂડના અનેક મોટા સેલેબ્સે ભાગ લીધો હતો.
આ પહેલા આ વર્ષે આનંદ પીરામલે ઈશા અંબાણીને મહારાષ્ટ્રના મહાબળેશ્વરમાં પ્રપોઝ કર્યું હતું. મેમાં એક ખાનગી સમારોહમાં બન્ને પરિવારની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી.
આ શુભ અવસર પર મુકેશ અંબાણીની સાથે તેના માતા કોકિલાબેન અંબામી અને દીકરો અનંદ અંબાણી પણ જોવા મળ્યો હતો. અંબાણી પરિવારમાં હાલમાં ઈશાની શાહી લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જોકે લગ્નની સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી. અહેવાલ ્નુસાર ડિસેમ્બરમાં લગ્ન થઈ શકે છે.
નીતા અંબાણી હાથમાં પુજાની થાળી માટે પરિવારની સાથે ભગવાનના દર્શન કરવા પહોંચ્યા. પારંપરિક પહેરવેશમાં જોવા મળેલ નીતા અંબાણી પીળા રંગનો ડ્રેસ અને રેડ કલરનો દુપટ્ટો પહેર્યો હતો.
નવી દિલ્હીઃ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશાના લગ્ન બિઝનેસ ટાયકુન આનંદ પીરામલ સાથે થવા જઈ રહ્યા છે આ ગલ્નના કાર્ડ છપાઈ ગયા છે અને રિવાજ અનુસાર પ્રથમ આમંત્રણ ગણપતિ બપ્પાને આપવામાં આવ્યું છે. સોમવારે ઈશાના લગ્નનું આમંત્રણ કાર્ડ લઈને ભગવાનના આશીર્વાદ લેવા અંબાણી પરિવાર મુંબઈ સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -