સોનું અને ઝવેરાત ખરીદવા માટે આપવા પડશે પુરાવા
નોટિફિકેશનની જોગવાઈ પ્રમાણે જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને પ્રિવેન્સન ઓફ મની લોન્ડરીંગ એકટ 2002 સાથે સાંકળી લેતાં હવે 50 હજારથી વધુના ઘરેણાં વેચતા પહેલાં બેંકોની માફક કેવાયસીમાં સુચિત પુરાવાઓ ગ્રાહક પાસે લેવા પડશે. જેના કારણે સુરત શહેરમાં નવરાત્રિ, દિવાળી જેવા તહેવારો માટે ચારેક હજાર કરોડના ઓર્ડર ઉપર અગાઉથી બુક થતાં હોય છે, તેને સીધી અસર થશે, તેવું જ્વેલર્સનું માનવું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પગલું એકાએક ભરવા પાછળ નોટબંધી પછી રાતોરાત થયેલે જેમ એન્ડ જ્વેલરીનો વેપાર કારણભૂત મનાય છે. નોટબંધી બાદ ઝવેરીઓને ત્યાં પડેલા દરોડાઓમાં પ્રિમિયમ લઈને જૂની નોટમાં મોટાપાયે વેપાર કરાયો હોવાનું ધ્યાને આવતા સરકારે હવે જ્વેલર્સને મનીલોન્ડરિંગ એક્ટની જાળમાં લાવી દીધા છે.
સરકારે 50 હજાર કે તેથી વધુ રકમની ખરીદી માટે કેવાયસી ફરજિયાત કર્યું છે. ઉપરાંત સામાન્ય ખરીદદાર પાસે પણ સોનુ કે ઝવેરાતની ખરીદી વખતે પુરાવા આપવાનું ફરજિયાત કરાશે. કેન્દ્ર સરકારે જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આવરી લેતું એક નોટિફિકેશન તાજેતરમાં બહાર પાડ્યું છે. તાત્કાલિક અસરથી અમલી બનાવાયેલા આ નોટિફિકેશનમાં એવું ફરમાન કરાયું છે કે, સોનુ-ચાંદી જેવી કોઈપણ કિંમતી ધાતુ, હીરા-માણેક જેવા કિંમતી સ્ટોન્સ કે હાઈવેલ્યુ ગુડ્ઝનો વર્ષે બે કરોડથી વધારેનો રોકડમાં વ્યવહાર કર્યો હશે તો તેમની સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થશે. આ બે કરોડના ટર્નઓવરની તુલના પણ અગાઉના વર્ષના ટર્નઓવર સાથે કરાશે. તેવું સુચિત કરાયું છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં કાળાનાણાં પર અંકુશ લાવવા માટે મની લોન્ડરિંગના નિર્દેશ તાત્કાલીક પ્રભાવથી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. જે અંગે સરકારે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. આ નિર્દેશ બાદ મોંઘા જેમ્સ અને હાઈ વેલ્યૂ ગુડ્સ, જેનું વાર્ષિક ટર્નોવર બે કરોડથી વધારે છે તે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (પીએમએલએ, 2002) અંતર્ગત આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -