ગ્રાહકોને આકર્ષવા માટે નવી પેમેન્ટ બેંક આપી રહી છે વધારે વ્યાજની લાલચ, મળી રહ્યું છે 7.25 ટકા સુધી વ્યાજ
સ્મોલ ફાઈન્ન્સ બેંક લોન આપીને રૂપિયા બનાવી શકે છે, પરંતુ નિયમો અનુસાર પેમેન્ટસ બેંક લોન નથી આપી શકતી. આરબીઆઈના નિયમ અનુસાર, પેમેન્ટ્સ બેંકે 75 ટકા ડિપોઝિટ બેલેન્સ સરકારી બોન્ડમાં રાખવાની રહેશે. તે અન્ય કોમર્શિયલ બેંકની પાસે 25 ટકાથી વધારે ડિપોઝિટ રાખી ન શકે. આ પ્રકારના અંકુશને કારણે તેમના નફો કમાવવાની ક્ષમતા પ્રભાવિત થશે, કારણ કે હાલમાં સરકારી બોન્ડનું યીલ્ડ અંદાજે 6.8 ટકા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિશ્લેષકોનું કહેવું છે કે, પેમેન્ટ્સ બેન્કિંગ બિઝનેસનું ફોકસ વધુમાં વધુ ગ્રાહક બનાવવા પર છે, પરંતુ આ ઈ-કોમર્સની જેમ મોંઘુ સાબિત થઈ શકે છે. મોટો સવાલ એ છે કે, આવી ઓફર પરત લેવા પર શું ગ્રાહક બેંક સાથે જોડાઈ રહેશે. આ અંગે ફિનો પેટેકના મેનેજિંગ ડાયરેક્ટર ઋષિ ગુપ્તા કહે છે કે, ફાઈનાન્શિયલ ઇન્ક્લૂઝનનો અમારો અનુભવ જણાવે છે કે, આવી ઓફર્સને પરત લેવી ખૂબ જ મુશ્કેલ હોય છે. જ્યારે એક વખત લોકો બિઝનેસ મોડલને લઈને સવાલ ઉભા કરવાનું શરૂ કરી દે છે તો સંસ્થા પર ગ્રાહકોનો વિશ્વાસ ઘટી શકે છે.
નવી દિલ્હીઃ હાલમાં શરૂ થયેલ પેમેન્ટ અને સ્મોલ ફાઈનાન્સ બેંક ગ્રાહકોને આકર્ષવા માટે સેવિંગ ખાતા પર 7.25 ટકા સુધી વ્યાજ આપી રહી છે. જ્યારે મોટી બેંક સામાન્ય રીતે 4 ટકા વ્યાજ આપી રહી છે. જોકે, કેટલીક પ્રાઈવેટ બેંક સેવિંગ્સ એકાઉન્ટ પર છ ટકા સુધી પણ વ્યાજ આપી રહી છે. વિશ્લેષકોનું કહેવું છે કે, પેમેન્ટ્સ બેંક અને સમોલ ફાઈનાન્સ બેંક હાલમાં ગ્રાહકોની સંખ્યા વધારવા માટે બચત ખાતા પર વધારે વ્યાજની ઓફર કરી રહી છે. આગળ ચાલીને તેમાં ઘટાડો થઈ શકે છે.
અંગ્રેજિ સમાચારપત્ર ઈટીમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંકના સીઈઓ સમિત ઘોષે જણાવ્યું કે, બચત ખાતા ટ્રાન્ઝેક્શન માટે હોય છે. અમારું માનવું છે કે, લોકો આ ખાતા પર ઇન્ટરેસ્ટ રેટની વધારે ચિંતા નથી હોતી. એટ્રેક્ટિવ ઓફર્સથી બેંકને ટૂંકા ગાળા માટે ગ્રાહક મેળવવામાં મદદ મળી શકે છે, પરંતુ લાંબાગાળે તે નુકસાન કારક સાબિત થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -