કાલથી તત્કાલ ટિકિટ કેન્સલ કરાવવા પર 50% રકમ પરત મળશે, જાણો અન્ય ક્યા ફેરફાર થશે 1 જુલાઈથી
આરએસી ટિકિટ કેન્સલ કરાવવા માટે ટ્રેનના ડિપાર્ચર ટાઈમથી ૩૦ મિનિટ પહેલાં સુધી ટિકિટ કેન્સલ કરાવનારને કેન્સલેશન ચાર્જ કાપીને રિફંડ પરત અપાશે. ટ્રેન આવવાના ૧૨ કલાકથી ચાર કલાક સુધીના સમયમાં જો ટિકિટ કેન્સલ કરાવશે તો ૫૦ ટકા રિફંડ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુવિધા ટ્રેનમાં વેઈટિંગ લિસ્ટ જેવી કોઈ જોગવાઈ જ નહીં રહે. કોઈ વ્યક્તિ ટ્રેન ઉપડવાના નિર્ધારીત સમયના ચાર કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરાવશે તો તેને કોઈ પૈસા પાછા નહીં મળે.
નવી દિલ્હીઃ આવતીકાલ એટલે કે 1 જુલાઈથી જીએસટી લાગુ થવા જઈ રહ્યો છે. તેની સાથે જ રેલવેમાં પણ ઘણા નિયોમાં ફેરફેર 1 જુલાઈથી થવાની છે જેની સીધી અસર મુસાફરો પર પડશે. 1 જુલાઈથી તત્કાલ ટિકિટ કેન્સલ કરાવશો તો ૫૦ ટકા રકમ પરત મળશે. સુવિધા પેસેન્જરની ટિકિટ પરત કરનારને પણ ૫૦ ટકા રકમ પરત મળશે.
૧ જુલાઈથી પેપરલેસ ટિકટિંગ વ્યવસ્થા શતાબ્દિ અને રાજધાની ટ્રેનથી શરૂ થશે. આ બન્ને ટ્રેનમાં પેસેન્જરને પેપર ટિકિટ નહીં મળે. તેમના મોબાઈલ ફોન પર ટિકિટ મોકલી દેવાશે. અંગ્રેજી સિવાય અન્ય ભાષામાં પણ ટિકિટ મળશે. સુવિધા ટ્રેન પણ દોડશે જેમાં માત્ર કન્ફર્મ કે આરએસી પેસેન્જરને જ ટિકિટ મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -