કાળાનાણાં વિરૂદ્ધ મોટી સફળતા, સ્વિસ બેંક ખાતામાં જમા રકમ ઘટીને અડધી થઈ ગઈ
સ્વિસ બેંકમાં ભારતીયોની કુલ રકમ 2016માં 45 ટકા ઘટી છે અને તે 67.575 કરોડ સ્વિસ ફ્રેંક રહી છે. તેવી જ રીતે રકમમાં સૌથી મોટો વાર્ષિક ઘટાડો નોંધાયો છે. આ રકમમાં 67.7 કરોડ સ્વિસ ફ્રેંક ગ્રાહક જમા તરીકે, 9.8 કરોડ રૂપિયા ગુપ્ત રીતે અને 19 કરોડ સ્વિસ ફ્રેંક અન્ય જવાબદારીઓ તરીકે છે. એસએનબીના આંકડા અનુસાર વિતેલા વર્ષે તમામ શ્રેણીઓની રકમમાં ઘટાડો નોંધાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીયો દ્વારા સ્વિસ બેંકમાં સીધી રીતે જમા રકમ ઘટીને વર્ષમાં 66.48 કરોડ સ્વિસ ફેંક રહી છે. જ્યારે ગુપ્ત રાખી રાખેલ રકમ 2016ના અંત સુધીમાં 1.1 કરોડ સ્વિસ ફ્રેંક રહી. જોકે આ સ્વિસ બેંકોમાં તમામ વિદેશી ગ્રાહકો દ્વારા રાખવામાં આવેલ કુલ રકમ સામાન્ય વધીને 1420 અબજ સ્વિસ ફ્રેંક એટલે કે અંદાજે 96 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
જ્યૂરિચઃ કાળાનાણાં વિરૂદ્ધ મોદી સરકારના પ્રયત્નોને મોટી સફળતા મળી છે. સરકારના પ્રયત્નનું જ આ પરિણામ છે કે ભારતીયો દ્વારા સ્વિટ્ઝરલેન્ડના બેંક ખાતામાં જમા કરાવવામાં આવેલ રકમ 2016માં ઘટીને અડધી થઈ ગઈ છે. આ રકમ હવે 67.6 કરોડ સ્વિસ ફ્રેંક (અંદાજે 4500 કરોડ રૂપિયા) રહી છે. એક વર્ષ પહેલા આ રકમ અંદાજે 9500 કરોડ રૂપિયાની આસપાસ હતી. ઉલ્લેખનીય છે કે, સ્વિસ બેંકોમાં ભારતીયોની જમા રકમમાં સતત ત્રીજા વર્ષે ઘટાડો નોંધાયો છે. આ જાણકારી સ્વિટ્ઝરલેન્ડના કેન્દ્રિય બેન્કિંગ પ્રાધિકરણ સ્વિસ નેશનલ બેંકે ગુરુવારે જારી કરેલ તાજા આંકડામાં આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -