1 એપ્રિલથી SBIમાં થશે આ 4 મોટા ફેરફાર, હવે આ સર્વિસ માટે ચૂકવવા પડશે વધારે પૈસા
ઉપરાંત એસબીઆઈના ગ્રાહકો એક મહિનામાં અન્ય બેંકના એટીએમમાથી ત્રણ વખતથી વધારે ટ્રાન્ઝેક્સન કરશે તો 20 રૂપિયા ચાર્જ આપવો પડશે. જ્યારે એસબીઆઈના એટીએમમાંથી પાંચ વખતથી વધારે વખત ટ્રાન્ઝેક્શન કરવા પર 10 રૂપિચા ચાર્જ આપવો પડશે. જોકે ખાતામાં 25,000 રૂપિયાથા વધારે રકમ જમા હોવા પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. અને ખાતામાં 1 લાખ રૂપિયા હોવા પર અન્ય બેંકના એટીએમમાંથી પણ અમર્યાદિત વખત ટ્રાન્ઝેક્શન કરી શકાશે. બેંક યૂપીઆઈ દ્વારા 1 હજાર રૂપિયા સુધીની લેવડ દેવડ પર કોઈ ચાર્જ નહીં લે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસબીઆઈના પૂર્વ સીજીએ સુનીલ પંતે અનુસાર, મોટાભાગની સર્વિસીસ ગ્રાહકો માટે પહેલા જેવી જ રહેશે. જ્યાં સુધી કેટલીક બેંકોની સ્પેશિયલ સ્કીમની વાત છે તો તેને લઈને નવી જોગવાઈ બેંકે કરવાની રહેશે. ઉપરાંત 5 બેંકોના એમસીએલઆર, એસબીઆઈથી અલગ છે. એવામાં આ બેંકના ગ્રાહકો માટે લોનના દર અલગ છે. એવામાં એસબીઆઈ પાસે બે વિકલ્પ છે. પ્રથમ એ કે એક એપ્રિલથી તે તમામના વ્યાજ દર રી સેટ કરે અથવા જ્યારે એમસીએલઆર રિન્યૂ કરવાનો સમય આવે ત્યારે એસબીઆઈ અનુસાર રેટ નક્કી થાય. આ જ પ્રકારની અસર ડિપોઝિટ રેટ્સ પર પણ પડશે.
ઉપરાંત બેંકે અન્ય સેવાઓના ચાર્જમાં પણ ફેરફાર કર્યા હતા. એસબીઆઈએ મેટ્રો શહેર માટે મિનિમમ બેલન્સ 5000 રૂપિયા, શહેરી વિસ્તાર માટે 3000 રૂપિયા, અર્ધ-શહેરી વિસ્તાર માટે 2000 રૂપિયા અને ગ્રામીણ વિસ્તાર માટે 1000 રૂપિયા નક્કી કર્યા છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)નું સ્વરૂત આવતા મહિનાથી બદલાઈ જશે. SBIમાં રાષ્ટ્રીય મહિલા બેંક સહિત SBIની 5 સહયોગી બેંકનું મર્જર થઈ જશે. ત્યાર બાદ બેંકના ગ્રાહક એક એપ્રિલથી SBIના ગ્રાહક હશે. સાથે જ બેંકે પાંચ વર્ષના ગાળા બાદ ફરીથી મિનિમમ બેલેન્સ ન રાખવા પર દંડ વસૂલવાનો નિર્ણય કર્યો છે. આ દંડ એક એપ્રિલથી લાગુ થશે. ઉપરાંત બેંકે એટીએમ સહિત અન્ય સેવાઓના ચાર્જમાં પણ ફેરફાર કર્યા છે.
દેશની સૌથી મોટી બેંકે મહિનામાં ત્રણ વખત બચત ખાતાધારકો માટે ફ્રીમાં જમા કરાવવાની મંજૂરી આપી છે. ત્યાર બાદ દરેક ડ્રાન્ઝેક્શન પર 50 રૂપિયા ચાર્જ અને સર્વિસ ટેક્સ આપવો પડશે. ચાલુ ખાતાના મામલે આ ચાર્જ વધુમાં વધુ 20,000 સુધી પણ હોઈ શકે છે.
આરબીઆઈ અનુસાર એક એપ્રિલ 2017થી સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ હૈદ્રાબાદ અને ભારતિય મહિલા બેંકનું મર્જર થશે. સાથે જ તેના ગ્રાહક એસબીઆઈના ગ્રાહક બની જશે. પાંચ બેંકો સાથે મર્જરને કારણે એસબીઆઈની એસેટ 37 લાખ કરોડ રૂપિયા (555 અબજ ડોલર) થઈ જશે. સાથે જ 22500 બ્રાન્ચ અને 58 હજાર એટીએમ હશે. નવી બેંકના 50 કરોડથી ધારે ગ્રાહક હશે. જેના દ્વારા તે વિશ્વની ટોપ-50 બેંકમાં સામેલ થઈ જશે.
મેટ્રો શહેરમાં જો મિનિમમ બેલન્સમાં 75 ટકાથી વધારેનો ઘટાડો હશે તો દંડ 100 રૂપિયા અને સર્વિસ ટેક્સ હશે. જો મિનિમમ બેલન્સ 50-75 ટકાની વચ્ચે હશે તો બેંક 75 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લેશે. 50 ટકાથી ઓછું બેલેન્સ રહેવા પર 50 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લાગશે.
તેવી જ રીતે ગ્રામીણ વિસ્તારમાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર 20 રૂપિયાથી લઈને 50 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લાગશે. એક એપ્રિલથી એસબીઆઈ બ્રાન્ચમાં એક મહિનામાં ત્રણ કેશ ટ્રાન્ઝેક્શન બાદ કરવામાં આવનારા પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર 50 રૂપિયા ચાર્જ આપવો પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -