ટેક્સપેયર્સને ધમકી, ચેતવણી અને શોકોઝ નોટિસ નહીં આપી શકે IT વિભાગ, CBDTએ આપ્યા કડક આદેશ
વેરિફીકેશન જલ્દી પૂરું કરવા કહેવાયું છે. જેથી કરદાતા ચાહે તો 31 માર્ચ, 2017 સુધી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ ઉઠાવી શકે. કોઇના પૈસાને બ્લેક મની માનતા પહેલા તેના પરિવારનો આકાર, પૃષ્ઠભૂમિ અને નાણાકીય સ્થિતિને પણ જોવાની રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટેક્સ અધિકારીઓને કહેવાયું છે કે વેરિફીકેશન માટેના સવાલોથી સંખ્યા ઓછી રાખો. એસેસિંગ અધિકારીઓએ સીનિયર્સને લૂપમાં રાખવા પડશે. એસેસિંગ ઓફિસર થર્ડ પાર્ટી વેરિફીકેશન કે સ્વતંત્ર તપાસ નહીં કરાવી શકે. તેમને જે પણ જાણકારી જોઇતી હોય, તે ઓનલાઇન લેવી પડશે. જવાબથી સંતોષ થવા પર કેસ ઇલેક્ટ્રોનિક રીતે બંધ કરવાનો રહેશે.
સીબીડીટીએ મંગળવારે અંગેના દિશા નિર્દેશ જારી કર્યા છે. તેમાં કહેવાયું હતું કે 'ઑપરેશન ક્લીન મની' હેઠળ કરદાતાઓને એસએમએસ કે મેઇલમાં પણ ભાષા વિનમ્રતા વાળી હોવી જોઇએ. નોટ બંધી બાદ બેન્ક ખાતામાં મોટી રકમ જમા કરનારા 18 લાખ લોકોને એસએમએસ,ઈમેલ મોકલાયા છે.
સીબીડીટીએ આઠ પેજના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે, ક્લીન મની ઓપરેશન અંતર્ગત કોઈપણ વ્યક્તિએ વ્યક્તિગત રીતે કોઈપણ સ્થિતિ અને કોઈપણ તબક્કે ઇનકમ ટેક્સ કાર્યાલયમાં આવવું જરૂરી નથી.
નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ આઈટી વિભાગને એ સુનિશ્ચિત કરવા કહ્યું છેકે, ઓપરેશન ક્લીન મની અંતર્ગત ટેક્સપેયર્સને કોઈ ધમકી, ચેતવણી અથવા કારણ બતાઓ નોટિસ નહીં આપવામાં આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -