હવે પ્રવાસ પણ મોંઘો થશે, જાણો સરકારે ટૂર પર ટેક્સમાં કર્યો કેટલો જંગી વધારો
ગુર્જર ટૂરીઝમ ડેવલપમેન્ટ સોસાયટીના ચેરમેન મનિષ શર્માએ કહ્યું હતું કે નોટબંધી બાદ પ્રવાસન ઉધોગની સ્થિતિ કફોડી છે ત્યારે આ નિર્ણયના કારણે ઉધોગ પર ઘણી વિપરીત અસર થશે. હાલમાં પેકેજ ટૂરમાં કુલ રકમના 4.5 ટકા સર્વિસ ટેક્સ છે તે 22 જાન્યુઆરીથી 9 ટકા થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરાંત અત્યાર સુધી માત્ર એકોમોડેશન બુકિંગ કરવાનું હોય તો તેવા કિસ્સામાં 90 ટકા રકમ પર રાહત મળતી હતી તે પણ હવેથી ઘટીને 40 ટકા થઈ જવાથી જે ઓપરેટરો માત્ર હોટેલ બુકિંગ સાથે સંકડાયેલા છે તેમના માટે ટેક્સનું ભારણ છ ગણું વધી જશે. આ અંગે સરકાર સ્પષ્ટતા કરે તે જરૂરી હોવાનું ઉદ્યોગ વર્તુળોનું કહેવું છે.
જોકે સરકારે થોડી રાહત પણ આપી છે, જે મુજબ અત્યાર સુધી ટૂર ઓપરેટરોને ઈનપુટ ટેક્સ ક્રેડિટ નહોતી મળતી તેના બદલે હવેથી તેઓ જે સર્વિસીસ માટે ખર્ચ કરે તે તેના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે. જોકે એકંદરે પ્રવાસ મોંઘા બનશે તે નક્કી છે.
12 જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકારે એક પરિપત્ર બહાર પાડયા છે જે મુજબ પેકેજ ટૂર્સમાં કુલ બિલની રકમની 70 ટકા રકમ પર સર્વિસટેક્સ મુકિત હતી તે ઘટાડીને 40 ટકા કરી દેવામાં આવી છે. એટલે કે અગાઉ પ્રવાસીઓએ તેમની પેકેજ ટૂરની કુલ રકમની 30 ટકા રકમ પર 15 ટકા સર્વિસ ટેક્સ ભરવાનો હતો તે હવે 60 ટકા રકમ પર ભરવાનો થશે. આ નવો ટેક્સ 22 જાન્યુઆરીથી અમલમાં આવશે.
નવી દિલ્હીઃ હવે ફરવા માટે વધુ નાણાં ખર્ચ કરવાની તૈયારી રાખવી પડશે. કારણ કે સરકારે ટૂર ઓપરેટર્સ પર ટેક્સમાં વધારો કર્યો છે. ટ્રાવેલ ઉદ્યોગનું કહેવું છે કે, ટેક્સમાં વધારો થવાને કારણે ટૂર પેકેજની કિંમતમાં 10-15 ટકાનો વધારો થઈ થકે છે. સરકારે ટૂર ઓપરેટર્સ પર સર્વિસ ટેક્સમાં વધારો કર્યો છે. આ ટેક્સ વધારો 22 જાન્યુઆરી 2017થી લાગુ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -