હવે તમારા ઘરનું ભાડું ઓનલાઈન ભરી શકો છો, SBIએ શરૂ કર્યું નવું પ્લેટફોર્મ
SBI કાર્ડની ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા માટે 26 એપ્રિલથી ફ્યૂઅલ સરચાર્જને 2.5 ટકાથી ઘટાડીને 1 ટકા કર્યો છે. એસબીઆઈ કાર્ડને આ પગલું ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવેલ સંપૂર્ણ કપાને ધ્યાનમાં રાખીને લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેડજિરાફના સંસ્થાપક અને સીઈઓ મનોજ નાયરે જણાવ્યું કે, એસબીઆઈ કાર્ડના ગ્રાહક હવે પોતાનું ભાડાનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડ દ્વારા કરી શકશે અને પોતાનો સ્કોર પણ મજબૂત બનાવી શકશે. નાયરે આશા વ્યક્ત કરી છે કે માર્ચ 2018 સુધી એસબીઆઈ કાર્ડના એક લાખ ગ્રાહક રેન્ટપેનો ઉપયોગ કરશે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)ના ક્રેડિટ કાર્ડ એકમે નવું પ્લેટફોર્મ રેન્ટપે (RentPay) શરૂ કર્યું છે. તેના દ્વારા ક્રેડિટ કાર્ડથી ભાડું વગેરેનું ઓનલાઈન પેમેન્ટ કરી શકાય છે. આ નવા પ્લેટફોર્મ દ્વારા એસબીઆઈ કાર્ડ અને લંડનની નાણાંકીય ટેક્નોલોજી કંપની રેડજિરાફની વચ્ચે કરાર થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -