વાડિયાએ ટાટા પર 3000 કરોડનો માનહાનીનો કેસ કર્યો, ટાટા ટ્રસ્ટનું ચેરમેન પદ નહીં છોડે
દરમિયાન સાઇરસ મિસ્ત્રીને ટાટા સમૂહના ચેરમેન પદેથી હટાવનાર રતન ટાટા પણ ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી શેકે છે તેવો દાવો એક અંગ્રેજી સમાચારપત્રએ કર્યો હતો. જોકે રતન ટાટાએ આ વાદને રદીયો આપ્યો છે અને કહ્યું છે કે, ટ્રસ્ટના ચેરમેનનું પદ છોડવાનો હાલ કોઈ ઈરાદો નથી. આ ટ્રસ્ટની ૧૦૮ અબજ ડોલર એટલે કે લગભગ ૭૩ર૭ અબજ રૂપિયાની પુંજીવાળા ટાટા સમૂહમાં ૬૬ ટકાની હિસ્સેદારી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા વાડિયાએ પોતાની વિરૂધ્ધ મુકવામાં આવેલા ખોટા આરોપો પરત લેવાની માંગણીસર માનહાનીની નોટીસ મોકલી હતી. તેનો પ્રતિસાદ નહી અપાતા તેમણે હવે કેસ કર્યો છે.
ટાટા સન્સે સમૂહના ચેરમેન પદેથી હટાવવામાં આવેલા સાઇરસ મિસ્ત્રી અને વાડિયાને ઇન્ડિયન હોટલ્સ, ટાટા કેમીકલ્સ, ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલના બોર્ડમાંથી હટાવવા માટે અસાધારણ સામાન્ય સભા બોલાવી છે.
જો કે આ મામલાની સુનાવણી કયારે થશે? એ તારીખ હજુ નક્કી થઇ નથી. ટાટા સમૂહની કંપનીઓ ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ટાટા કેમીકલ્સમાં સ્વતંત્ર ડાયરેકટર વાડિયાને આ કંપનીઓના બોર્ડમાંથી હટાવવા માટે ટાટા સન્સે સંબંધિત શેરધારકો વચ્ચે પ્રસ્તાવ રજુ કર્યો છે.
નવી દિલ્હી: ઉદ્યોગપતિ નુસ્લી વાડિયાએ ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા, ટાટા સન્સ અને તેના ડાયરેકટરો પર ૩૦૦૦ કરોડ રૂપિયાનો માનહાનીનો કેસ બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કર્યો છે. વાડિયા ટાટા સમૂહની કેટલીક કંપનીઓમાં સ્વતંત્ર ડાયરેકટર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -