પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG-PNG પણ વધી શકે છે ભાવ, સરકારે નેચરલ ગેસની કિંમતમાં કર્યો વધારો
નેચરલ ગેસનો સીધો સંબંધ સીએનજી અને પીએનજી સાથે છે. એલપીજીથી સાથે તેને સીધો સંબંધ નથી. માટે નેચરલ ગેસની કિંમતો વધવાથી સીએનજી અને પીએનજીની કિંમતોમાં પણ વૃદ્ધિ થઈ શકે છે. આ સાથે જ વીજળી અને ખાતરના ઉત્પાદનનો ખર્ચ પણ વધશે. પ્રાકૃતિક ગેસની કિંમતમાં વૃદ્ધિથી ઓએનજીસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા ઉત્પાદકોની આવકમાં વૃદ્ધિ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએનડીએ સરકાર દ્વારા ઓક્ટોબર 2014માં મંજૂર કરવામાં આવેલ ગેસ મૂલ્ય ફોર્મ્યૂલા અનુસાર ગેસની કિંમતમાં પ્રત્યેક છ મહિનામાં ફેરફાર થાય છે. ભાવમાં ફેરફાર કરતાં સમયે અમેરિકા/મેક્સિકો, કેનેડા અને રશિયા જેવા ગેસ સરપ્લસ દેશોમાં ચાલી રહેલા રેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
નવી દિલ્હીઃ ત્રણ વર્ષમાં પ્રથમ વખત સરકારે નેચરલ ગેસની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નવી કિંમત 2.89 ડોલર પ્રતિ એમબીટીયૂ હશે, જે એપ્રિલ સપ્ટેમ્બરની વચ્ચે 2.48 ડોલર પ્રતિ એમબીટીયૂ હતી. આ વધારા સાથે સીએનજી અને પીએનજીની કિંમતમાં વધારો થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -