નોટબંધીથી ગુજરાતમાં મકાનોના ભાવ વધશે કે ઘટશે? જાણો શું કહે છે બિલ્ડર્સ અને ડેવલપર્સ
જક્ષય શાહ (નેશનલ પ્રેસિડન્ટ,ક્રેડાઇ)- પ્રાઇમરી સેગમેન્ટમાં કોઇ ફેરફાર જોવા નહીં મળે. સેકન્ડરી માર્કેટ એટલે કે જેઓ ફ્લેટોમાં રોકાણ કર્યું છે અને વેચવા માંગે છે તેમને કદાચ જોઇએ તેવા ભાવ ન મળે. નોટબંધીથી ટૂંકાગાળામાં કરેકશન આવી શકે છે ખાસ કરીને મોટા બંગલાઓ કે મોંઘા ફ્લેટનોની સ્કિમોને અસર થઇ શકે પરંતુ એફોર્ડેબલ હાઉસિંગમાં કોઇ મંદી નથી. RERAનો કાયદો અને જીએસટી પ્રોપર્ટી માર્કેટ માટે ગેમચેન્જર સાબિત થશે. હજુ 1.50 લાખ મકાનોની માંગ છે મેન્યુફેકચરિંગ સેકટર પછી સૌથી વધુ રોજગારી રિઅલ એસ્ટેટ સેકટરમાંથી મળી રહી છે. નાના ડેવલપર્સને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળશે. તમામ પેમેન્ટ હવે ચેકથી જ થશે અને નાના ડેલવપર્સ માટે સ્ટાર્ટઅપનો જમાનો આવશે. બિલ્ડર્સ પર લોકોનો વિશ્વાસ વધશે. આમેય પ્રોપર્ટી માર્કેટમાં 80 થી 90 ટકા બાયર્સ જેન્યુઇન જ હોય છે. જેમને કોઇ વાંધો નહીં આવે. જો કે બજેટમાં સરકાર વ્યાજ દરો કેટલા ઘટાડે છે તેની પર નજર રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપવન બકેરી (એમડી-બકેરી ગ્રુપ)- સરકારે નોટબંધી કરીને એક સારૂ પગલું ભર્યું છે પરંતુ હજુ તેને સંલગ્ન કેટલાક બીજા પગલા લેવાની પણ જરૂર છે જેનાથી રીયલ એસ્ટેટ સેકટરને બૂસ્ટ મળી શકે. ખાસ કરીને વ્યાજ દરોમાં જો આગામી છ મહિનામાં 2 ટકા જેટલો ઘટાડો થાય તો લોકો સસ્તી લોનનો ફાયદો ઉઠાવી પ્રોપર્ટીમાં રોકાણ કરી શકે. માત્ર 500 કે 1000ની નોટો પાછી ખેંચવાથી જ બધી સમસ્યા દૂર નહીં થાય.
શરીફ મેમણ (પ્રમુખ, ક્રેડાઇ ગુજરાત)- સરકારના નોટબંધીના પગલાથી સિસ્ટમમાં ટ્રાન્સપરન્સી વધશે. લોકોનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધશે. રીયલ એસ્ટેટ સેકટરમાં એનઆરઆઇ રોકાણ પણ વધવાનું છે. માર્કેટ ડાઉન થશે તેવો કોઇ મોટો ફરક આ પગલાથી મને દેખાતો નથી. કદાચ ચાર કે છ મહિના રિકવરીમાં લાગી જશે પરંતુ ત્યાર બાદ પરિસ્થિતિ પહેલા જેવી થઇ જશે. હા, એ વાત ચોક્કસ છે કે જે લોકો બ્લેકના સોદા કરે છે તેમને જરૂર ફરક પડશે.
અજય પટેલ (સેક્રેટરી, ક્રેડાઇ ગુજરાત)- નોટબંધીથી કોઇ અસર નહીં થાય. ટુંકા ગાળામાં જ્યારે સમગ્ર ઇકોનોમીમાં સ્લોડાઉન છે ત્યારે રિયલ એસ્ટેટ સેકટર તેમાંથી બાકાત ન રહી શકે પરંતુ છ મહિના પછી પરિસ્થિતિ સુધરશે. રિયલ એસ્ટે એન્ડ રેગ્યુલેશન એક્ટના લાગુ થવાથી (RERA) ડેવલપર્સ માટે ઉજળા સંજોગો ઉભા થશે. આ કાયદાથી નાના ડેવલપર્સને અસર થશે અને મોટા તેમજ જેન્યુઇન ડેવલપર્સ જ માર્કેટમાં ટકશે. નોટબંધીથી જમીનોના ધંધાને અસર થશે.
દિપક પટેલ (પ્રમખ-ગાહેડ)- નોટબંધી અને RERAનો કાયદો મકાનોના ભાવમાં 20થી 25 ટકાનો વધારો કરશે. રોકડથી ધંધો કરનારા ઘટી જશે એટલે કે જો 2 લાખ મકાનો અમદાવાદમાં બનતા હશે તો હવે 1 લાખ બનશે. 50 કરોડ જેવી નાની સ્કીમો બનાવતા ડેવલપર્સની સંખ્યા ઘટી જશે. RERAના કાયદામાં બધુ ઓનલાઇન હશે. પરિણામે રીયલ એસ્ટેટ સેકટરમાં પારદર્શિતા વધશે. અમદાવાદની આસપાસના ગામોમાં જે બ્રોકર પણ બિલ્ડર બની જતો હતો તેવું હવે નહીં બને.
અમદાવાદઃ નોટબંધીના પરિણામ સ્વરૂપે પ્રોપર્ટીની કિંમતોમાં આગામી દિવસોમાં વધારો થવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે. હાલમાં જ પ્રોપર્ટીના ભાવ ઘટશે કે કેમ તેને લઈને વિરોધાભાસી અહેવાલ આવી રહ્યા છે. હવે રિયલ એસ્ટેટ કારોબારીઓના સંગઠન ક્રેડાઈએ કહ્યું છે કે નરેન્દ્ર મોદી તરફથી લેવામાં આવેલા નોટબંધીના નિર્ણયથી હાઉસીંગ કિંમતોમાં ૨૦ ટકા સુધીનો વધારો થશે. આ અંગે ગુજરાત બિલ્ડરોનું કહેવું છે કે, સરકારે રીઅલ્ટી સેકટરને મંદીમાંથી બહાર લાવવા વ્યાજ દરમાં ઘટાડો કરવા જેવા પગલા પણ ભરવા જોઇએ. આવો જાણીએ નોટબંધી પછી ઊભી થયેલી પરિસ્થિતિ અને રીયલ એસ્ટેટ એન્ડ રેગ્યુલેશન એક્ટ (RERA) અંગે જાણીતા બિલ્ડર્સ અને પ્રોપર્ટી એક્સપર્ટ્સનું શું કહેવું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -