Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સરકારની મહેનત રંગ લાવી, હવે સમગ્ર દેશમાં એક જ MRP પર વેચાશે પેપ્સીનું બોટલ બંધ પાણી
પાસવાને જણાવ્યું કે, બીસીસીઆઈના સચિવે પણ એક પરિપત્ર જારી કર્યો છે કે બોટલબંધ પાણીને એમારપીથી વધારે કિંમત પર વેચવામાં નહીં આવે. તેમણે કહ્યું કે, ડબલ એમઆરપીની વિરૂદ્ધ મંત્રાલયના પ્રયત્નોને સફળતા મળવાની શરૂ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, બે પ્રકારની એમઆરપી વસૂલવી યોગ્ય વેપાર વ્યવહારનો સામનો કરવા માટે હાલના કાયદામાં જરૂરી જોગવાઈ છે અને તેમણે ઉપભોક્તાઓને ફરિયાદ કરવા માટે કહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બે એમઆરપી હોવી કાયાદની વિરૂદ્ધ છે. અમને એક સફળતા મળી છે. પેપ્સીએ કહ્યું કે, તે એક્વાફિના બોટલ બંધ પાણીને દેશભરમાં એક જ કિંમત પર વેચશે. બીસીસીઆઈએ પણ નિર્દેશ આપ્યા છે કે તેના ક્રિકેટ સ્ટેડિયમમાં તમામ બોટલબંધ પાણી એમઆરપી પર જ વેચવામાં આવે.
ખાદ્ય મંત્રાલય બોટલબંધ ખાદ્ય અને પે પદાર્થોને એક એમઆરપી પર વેચવા પર ભાર મુકી રહ્યું છે. આ જ કારણ છે કે, પેપ્સીએ પોતાની બોટલબંધ મિનરલ વોટરને સમગ્ર દેશમાં એક જ એમઆરપી પર વેચવાનું વચન આપ્યું છે. પાસવાને કહ્યું કે, કોઈપણ ઉત્પાદનની બે એમઆરપી હોવા પર કાયદા અંતર્ગત કાર્રવાઈ કરી શકાય છે અને ઉપભોક્તા કોર્ટ પહેલેથી જ તેના પર કાર્રવાઈ કરી રહી છે.
ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી રામવિલાલ પાસવાને શુક્રવારે જણાવ્યું કે, પેપ્સીનું બોટલબંધ પાણી એક્વાફિના દેશભરમાં એક જ એમઆરપી પર ઉપલબ્ધ હશે. તેમણે કહ્યું કે, ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈએ એ વાત સુનિશ્ચિત કરશે કે તેના તમામ ક્રિકેટ સ્ટેડિયમમાં બોટલબંધ પાણી એક જ એમઆરપી પર વેચવામાં આવે.
નવી દિલ્હીઃ દેશમાં એક જ એમઆરપી ર પાણી અને અન્ય ખાદ્ય વસ્તુઓનું વેચાણ સુનિશ્ચિત કરવા માટે સરકારની મહેનત રંગ લાવી રીહ છે. આંતરરાષ્ટ્રીય સોફ્ટ ડ્રીંક બનાવતી કંપની પેપ્સીકો ઇન્ડિયાએ સ્વૈચ્છિક રીતે સમગ્ર દેશમાં એક જ એમઆરપી પર પોતાનું બોટલ બંધ પાણી વેચાણ કરવાની જાહેરાત કરી છે. બીજી બાજુ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે પણ પોતાના તમામ સ્ટેડિયમમાં બોટલ બંધ પાણીનું વેચાણ એમઆરપી પર જ કરવાનો નિર્દેશ જારી કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -