આજે ફરી ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે આજનો ભાવ
કેન્દ્ર સરાકરે વિતાલી 4 ઓક્ટોબરે ડીઝલ અને પેટ્રોલીની કિંમતમાં 2.5 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી હતી. ઉપરાંત અનેક રાજ્યોએ પણ 2.5 રૂપિયા જેટલા ઘટાડાની જાહેરાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિતેલા 19 દિવસથી ક્રૂડની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેનાથી લોકોને રાહત મળી છે. છેલ્લા થોડા મહિનાથી દેશભરમાં પેટ્રોલ ડીઝળની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સરકાર અને ઓઈલ કંપનીઓ તેને લઈને સ્પષ્ટતા કરી હતી કે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની વધતી કિંમતને કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે.
નવી દિલ્હીઃ ભડકે બળતા પેટ્રોલ ડીઝલની ભાવમાંથી લોકોને થોડી રાહત મળી છે. સોમવારે પણ પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 22 પૈસા અને ડીઝલમાં 20 પૈસાનો ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં હવે પેટ્રોલની કિંમત 78.56 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 73.16 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે મુંબઈમાં ઘટાડા બાદ 84.06 રૂપિયા અને ડીઝલ 76.67 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે.
ગુજરાતની વાત કરીએ અમદાવાદમાં ભાવ ઘટાડા બાદ પેટ્રોલની કિંમત 75.68 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 76.47 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે. રાજકોટમાં પેટ્રોલ 77.367 અને ડીઝલ 77.41 રૂપિયા, વડોદરામાં પેટ્રોલ 76.25 અને ડીઝલ 77.067 રૂપિયા પ્રતિ લિટર જ્યારે સુરતમાં પેટ્રોલ 75.65 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 76.41 રૂપિયા પ્રતિ લિટર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -