સતત 11માં દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, મુંબઈમાં પેટ્રોલ 85ને પાર
વિવિધ શહેરમાં ડીઝલની કિંમતઃ દિલ્હી- 68.53, કોલકત્તા -71.08, મુંબઇ- 72.96, ચેન્નાઇ- -72.35, ફરીદાબાદ-69.66, ગુડગાવ- 69.43, નોઈડા- 68.73, ગાઝિયાબાદ- 68.59, બેંગ્લોર- 69.71, ભોપાલ-72.13, લખનઉ- 68.69, પટણા- 73.22
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હી- 77.47, કોલકત્તા-80.12, મુંબઇ -85.29, ચેન્નાઇ- 80.42, ફરીદાબાદ- 78.24, ગુડગાંવ -77.99, નોઈડા- 78.12, ગાઝિયાબાદ- 78.00, લખનઉ- 78.06, બેંગ્લોર- 78.73, ભોપાલ- 83.08, પટણા- 82.94
કેન્દ્રીય મંત્રી રવિ પ્રસાદે કહ્યું કે પેટ્રોલિયમ પ્રોડક્ટ પર લાગેલી એક્સાઇઝ ડ્યૂટીથી થનારી કમાણીનો ઉપયોગ વિકાસના કામ જેવા કે હાઇવે અને નવા એમ્સ બનાવવા માટે થાય છે જે દેશના વિકાસ માટે જરૂરી છે. તેમણે એ પણ કહ્યું કે સરકાર પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં ઉછાળાના લાંબાગાળાના સમાધાન પર કામ કરી રહી છે. આગળ વાંચો દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલની પ્રતિ લિટર કિંમત કેટલી છે.
ગુરુવારે પેટ્રોલની કિંમતમાં 30 પૈસા અને ડીઝલમાં 19 પૈસાનો વધારો થયો છે. સૌથી મોંઘુ પેટ્રોલ મહારાષ્ટ્ર્ના પરભણીમાં 87 રૂપિયા 27 પૈસે વેચાઇ રહ્યું છે. અહીંયા ડીઝલ 73.92 રૂપિયે લીટર વેચાઇ રહ્યું છે.
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત આપવાનું સરકારે હાલમાં માત્ર આશ્વાસન આપ્યું છે. બુધવારે આશ્વાસન આપ્યા બાદ ગુરુવારે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. ગુરુવારે મોટાભાગના શહેરમાં પેટ્રોલની કિંમત 80ને પાર કરી ગઈ છે. જ્યારે મુંબઈમાં આ આંકડો 85ને પાર કરી ગયો છે. આ સતત 11મો દિવસ છે જ્યારે પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -