પેટ્રોલની વધતી કિંમતમાં કોઈ રાહત નહીં, જાણો હજુ કેટલાં રૂપિયા વધારો થઈ શકે છે?
કોટક ઈંસ્ટીટ્યૂશનલ ઈક્વિટીઝ તરફથી લગાવેલા અનુમાનના હિસાબ પ્રમાણે પેટ્રોલ મુંબઈમાં 87 રૂપિયા સુધી પહોંચી શકે છે. હાલમાં 83 નો આંકડો પાર કરી ચુક્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં આ નવો રેકોર્ડ બની શકે છે. ફર્મ અનુસાર કિંમતમાં વધશે તો 70 નો આંકડો પાર કરી જશે.
ફર્મ અનુસાર જો ક્રૂડ ઓઈલ અને રૂપિયો સ્થિર રહેશે તો તેલ કંપનીઓ પ્રતિ લીટર 2.7 રૂપિયા પોતાના માર્જિન હાંસલ કરવા માટે ડીઝલની કિંમત 3.5 થી 4 રૂપિયા પ્રતિ લીટર વધારી શકે છે. પેટ્રોલમાં 4 રૂપિયાથી 4.55 રૂપિયા પ્રતિ લીટર વધી શકે છે.
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો યથાવત છે. શુક્રવારેજ તેની કિંમતોમાં વધારો થયો છે. હાલમાં પેટ્રોલ ડીઝલની વધતી કિંમતોમાં રાહત મળવાની આશા નહિવત છે. પેટ્રોલની કિંમતમાં હજું 4.6 રૂપિયાનો વધારો થઈ શકે છે.
ફર્મ અનુસાર ઓઈલ કંપનીઓએ કર્ણાટક ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ વધ-ઘટ કરી નથી. લગભગ 19 દિવસ સુધી કિંમત સ્થિર રાખવામાં આવી હતી. તેના કારણે ઓઈલ કંપનીઓએ હવે પેટ્રોલ ની કિંમત 6.2 ટકા એટલે કે 4.6 રૂપિયા વધારવું પડશે, ત્યાં ડીઝલની કિંમતમાં પણ 5.8 ટકા એટલે 3.8 રૂપિયા વધારો કરવો પડશે.
આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલ ચાર વર્ષમાં સૌથી મોંઘું થઈ ગયું છે. ગુરુવારે બ્રેંટ ક્રૂડે 80 ડોલર પ્રતિ બેરલનો આંકડો પહોંચ્યો હતો. તેની સાથે ક્રૂડ ઓઈલ છેલ્લા 4 વર્ષમાં સૌથી ઉંચા સ્તર પર પહોંચી ગયું છે. કાચા તેલની કિંમતોમાં આવેલી રફ્તારના કારણે ઈરાન તરફથી આપૂર્તિ ઓછી હોવાની આશંકાને જવાબદાર ગણવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -