આજે પેટ્રોલ-ડિઝલના ભાવની સમીક્ષા થશે, જાણો કેટલો વધારો થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય બજારના ટ્રેન્ડને જોતા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ૬ રૂપિયાનો વધારો થઇ શકે છે. આ ભાવ વધારો બે તબક્કે પણ કરાઇ. પહેલીવારમાં ૩ થી ૪ રૂપિયા અને પછી ધીમે-ધીમે વધારો કરાય અથવા તો સરકાર એકસાઇઝ ડયુટી ઘટાડી ભાવમાં વધારાની અસરને ઓછી રાખી શકે છે. હાલ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૬૬.૧૦ અને ડિઝલ પ૪.પ૭ના ભાવે મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત પોતાની જરૂરીયાતના ૮૦ ટકા ક્રુડ આયાત કરે છે. જુન-ર૦૧૪માં ક્રુડનો ભાવ ૧૧પ ડોલર હતો જે ફેબ્રુઆરીમાં ૩૦ ડોલર થઇ ગયો હતો. પાછલા ૧પ દિવસમાં ભાવ પ૧ ડોલર થઇ ગયો છે. ભારતમાં પેટ્રોલીયમ પ્રોડકટના ભાવ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્રુડ ઓઇલના રેટના હિસાબથી નક્કી થાય છે.
હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશનના ચેરમેન મુકેશ સુરાણાએ કહ્યુ છે કે, આંતરરાષ્ટ્રીય ઓઇલના ભાવમાં ઉછાળો આવતા અમારે ઇંધણમાં ભાવ વધારવા પડશે. જો કે તેમણે ભાવ વધારાની માત્રા જણાવી ન હતી.
નિષ્ણાંતોનું કહેવુ છે કે, આ કારણોસર ઓઇલ માર્કેટીંગ કંપનીઓ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કદાચ રૂ.૬નો વધારો કરે તેવી શક્યતા છે. આજે ઓઇલ કંપનીઓ ભાવની સમીક્ષા કરવાની છે. ઉદ્યોગના કેટલાક જાણકારોના કહેવા મુજબ સરકાર કદાચ ગ્રાહકોને આ ખરાબ સમાચાર બે તબક્કામાં પણ આપી શકે કે જેથી રોકડની અછતના હાલના સંજોગોમાં વધારે રાજકીય વિરોધ ન થાય.
નવી દિલ્હી: આજે ઓઈલ કંપનીઓની સમીક્ષા બેઠક મળવાની છે. જેમાં આજે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ભાવ વધારો થાય તેવી શક્યતા છે. આજે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં લીટરે પ થી ૬ રૂ. ભાવ વધારો થાય તેવી શકયતા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા બે સપ્તાહમાં ક્રુડ ઓઇલનાં ભાવમાં ૧પ ટકાનો વધારો થયો છે. જેનાથી ભારતમાં પેટ્રોલીયમ પ્રોડકટ મોંઘી થશે. એક એ પણ કારણ છે કે, ર૦૦૧ બાદ ક્રુડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકે પહેલી વખત ક્રુડ ઓઇલનું પ્રોડકશન ઘટાડવા અંગે પણ નિર્ણય લીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -