100 રૂપિયાના પેટ્રોલ પર રોજ મળશે 40 રૂપિયા કેશબેક, જાણો શું છે ઓફર
નવી દિલ્હીઃ હાલમાં પેટ્રોલની કિંમત સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગઈ છે. સમગ્ર દેશમાં પેટ્રોલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યા છે. જોકે પેટ્રોલ ડીઝલના વધતા બોજને કરવા માટે ઈ-વોલેટ કંપની ફોન-પે એક ખાસ ઓફર લઈને આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઓફર આઈઓએસ અને એન્ડ્રોયડ ડિવાઈસ પર ઉપલબ્ધ છે. કેશબેકથી મળેલી રકમનો ઉપયોગ તમે ફોન રિચાર્જ, બિલ પેમેન્ટ માટે પણ કરી શકો છો.
આ ઓફર હેઠળ તમને 100 રૂપિયાથી વધારેની પેટ્રોલ ખરીદી પર 40 રૂપિયા કેશ બેક તરીકે મળશે. પરંતુ આ ઓફર દિવસમાં એક વખત પેટ્રોલ ભરાવવા પર જ મળશે. તમને જણાવી દઈએ કે, મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 90 રૂપિયા પાસે પહોંચી ગઈ છે.
ફોન-પેની એપ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ ઓફર 30 સપ્ટેમ્બર સુધી લાગુ છે. આ ઓફર અંતર્ગત એક યૂઝર દિવસમાં એક વખત જ આ ઓફરનો ઉપયોગ કરી શકશે. મહિનામાં આ ઓફર 10 દિવસ માટે જ મળશે. ફોન-પેથી ટ્રાંજેક્શન કર્યાના 24 કલાકની અંદર આ કેશબેક મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -