પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે 90 રૂપિયા પહોંચી શકે છે, જાણો શું છે કારણ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ આમ આદમી માટે માઠા સમાચાર છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થઈ શકે છે અને ક્રૂડનો બેરલ દીઠ ભાવ 80 ડોલર સુધી પહોંચી શકે છે. આમ થવાથી ભારતમાં પેટ્રોલની કિંમત 90 રૂપિયા સુધી જઈ શકે છે અને ડીઝલનો ભાવ પણ 80 રૂપિયા થઈ શકે છે. આમ થવાથી મોંઘવારી વધશે. દુનિયાની સૌથી મોટી ફાઇનાન્સિયલ અને રિસર્ચ કંપની પૈકીની એક જેપી મોર્ગને તેના રિપોર્ટમાં આમ જણાવ્યું છે. ક્રૂડ હાલ 2014 પછીની સર્વોચ્ચ સપાટી પર છે.
સીરિયા ભલે વૈશ્વિક પેટ્રોલિયમ પુરવઠાનો માત્ર 0.04 ટકા જ ઉત્પાદન કરતું હોય પરંતુ તેની પડોશમાં અનેક મોટા તેલ ઉત્પાદક દેશો આવેલા છે. સીરિયાની બાજુમાં ઇરાક, સાઉદી અરબ અને ઇરાન જેવા મોટા તેલ ઉત્પાદક દેશો છે.
જેપી મોર્ગન મુજબ ક્રૂડનો ભાવ 80 ડોલર પ્રતિ બેરલને પાર જઈ શકે છે. જે હાલ 71.85 ડોલર પ્રતિ બેરલ છે. અમેરાની સીરિયા પર હુમલા બાદ મધ્ય-પૂર્વમાં તણાવ વધી ગયો છે અને ભાવ વધી શકે છે. જો આમ થશે તો ભારતમાં પેટ્રોલનો ભાવ 90 રૂપિયા પ્રતિ લીટરના સ્તર સુધી પહોંચી શકે છે.
રિપોર્ટ પ્રમાણે અમેરિકાએ સીરિયા પર કરેલા હુમલાથી મધ્ય-પૂર્વના દેશોમાં ઉથલ-પાથલ વધી ઘઈ છે. આ ઉપરાંત ઈરાન પર અમેરિકા અને યૂરોપીય યુનિયન દ્વારા ફરીથી પ્રતિબંધ લગાવવાની આશંકા છે. જેની અસર ક્રૂડના ભાવ વધારા તરીકે જોવા મળી શકે છે.
ભારતીય ઓઈલ કંપનીઓ મોટાભાગે આયાત કરે છે. ક્રૂડ ઓઈલની કિંમતની ચૂકવણી પણ યુએસ ડોલરમાં થાય છે. ભાવ વધવાથી ડોલરમાં ચૂકવણી પણ વધારે કરવી પડશે. તેનાથી રૂપિયો નબળો પડશે. જેની પ્રતિકૂળ અસર રાજકોષીય ખાધ પર પડશે.
દેશમાં હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ નક્કી થાય છે.
ક્રૂડની કિંમત વધવાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે. તેનાથી મોંઘવારી વધવાનો ખતરો ઉભો થશે. દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી થવાથી આમ આદમીના ખિસ્સા પર વધારે ભાર પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -