Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
દેશમાં પેટ્રોલ-ડીઝલનો સૌથી વધારે ભાવ આ શહેરમાં, પેટ્રોલ 90 રૂપિયાને પાર, ડીઝલ 80 રૂપિયા, જાણો વિગત
નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલની કિંમતનો લઈને વિપક્ષ કેન્દ્ર સરકાર પર હમલાવર છે. ત્યારે સરકાર તરફતી દલીલ કરવામાં આવી રહી છે કે કિંમતોમાં થઈ રહેલો વધારો તેના હાથમાં નથી. બીજી બાજુ આજે ફરી પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતાં 14-14 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ભાવ વધારા બાદ મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ મંગળવારે 33 પૈસા મોંઘુ થીને 90.33ની સપાટીએ પહોંચી ગયું છે. આ સમગ્ર દેશમાં સૌથી વધારે ભાવ છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં મંગળવારે સતત છઠ્ઠા દિવસે પણ ભાવ વધારો થયો છે. મુંબઈમાં આજે પેટ્રોલનો ભાવ 14 પૈસા વધીને 88.26 અને દિલ્હીમાં 80.87 થયો છે. બંને શહેરોમાં 14 પૈસાનો વધારો થયો છે. મુંબઈમાં ડીઝલનો ભાવ 15 પૈસા વધીને 77.47 અને દિલ્હીમાં 14 પૈસા વધીને 72.97 થયો છે.
જ્યારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 80.87 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 72.97 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે. હાલમાં કેન્દ્ર સરકાર એક લીટર પેટ્રોલ પર 19.48 રૂપિયા અને ડીઝલ પર 15.33 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વસુલી રહ્યા છે. સરકારે સોમવારે ફરી એક વાર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાની ના પાડી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -