Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
પેટ્રોલ પંપ પર કાર્ડ પેમેન્ટથી છૂટ 31 માર્ચ બાદ પણ ચાલુ રહેશે, RBI કરી રહ્યું છે વિચાર
સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે, પેટ્રોલ પંપ પર કાર્ડથી પેમેન્ટ ચાલુ રહેશે અને તેના માટે ગ્રાહકો અને પેટ્રોલ પંપ ડીલરોએ કોઈ સરચાર્જ નહીં આપવો પડે અને આ છૂટ 31 માર્ચ સુધી ચાલુ રહેવાની હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોટબંધી બાદ 50 દિવસ સુધીનો ગ્રેસ પીરિયડ આપવામાં આવ્યો હતો જે ખતમ થયા બાદ બેંકોએ ફરીથી એમડીઆર ફી વસુલવાની જાહેરાત કરી, ત્યારે પેટ્રોલ પંપ ડીલરોએ કાર્ડથી પેમેન્ટ સ્વીકારવાની ના પાડી હતી, જોકે સરકારની દખલગીરી બાદ કામચલાઉ તેનું સમાધાન થયું હતું.
8 નવેમ્બર 2016ના રોજ મોદી સરકાર દ્વારા નોટબંધીની જાહેરાત કર્યા બાદ પેટ્રોલ પંપો પર કેશલેસ ટ્રાન્ઝેક્શન વધી ગયું હતું. સરકાર કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે જ કાર્ડ પેમેન્ટને લઈને પેટ્રોલ પંપ ડીલરો અને બેંકોની વચ્ચે એમડીઆર ફીને લઈને વિવાદ ઉભો થયો.
ડેબિટ કાર્ડ પર એમડીઆર 1 ટકા છે જ્યારે ક્રેડિટ કાર્ડ પર 2 ટકા છે. જ્યારે પણ તમે કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરો છો તો પેટ્રોલ પંપ માલિક તે ટ્રાન્ઝેક્શન પર 1 ટકા ફી ચૂકવે છે. તેને Merchant Discount Rate (એમડીઆર) કહેવામાં આવે છે. બેન્ક કાર્ડ ટ્રાન્ઝેક્શન માટે આ ફી રીટેલર્સ, પેટ્રોલ પંપ ડીલર્સ પાસેથી વસુલવામાં આવે છે.
પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ભારતીય રિઝર્વ બેંક પેટ્રોલ પંપો પર ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા માટે દુકાનદારો માટે એમડીઆરમાં મળતી છૂટ 31 માર્ચ બાદ પણ આગળ વધારવા પર વિચાર કરી રહી છે.
નવી દિલ્હીઃ પેટ્રોલ પંપ પર ડેબિટ-ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર થતા સરચાર્જ પર મળનારી છૂટ 31 માર્ચથી પણ આગળ વધી શકે છે. પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે કહ્યું કે, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) પેટ્રોલ પંપ પર ડિજિટલ લેવડદેવડને પ્રોત્સાહન આપવા માટે દુકાનદારો માટે એમડીઆર ચાર્જમાં મળતી છૂટનો સમય 31 માર્ચ બાદ પણ આગળ વધારી શકે છે. નાણાં પ્રધાન અરૂણ જેટલી સાથે મુલાકાત બાદ પ્રધાને કહ્યું કે, રિઝર્વ બેંક કેશલેસ પેમેન્ટ, ડિજિટલ લેવડદેવડની સ્વીકાર્યતા વધારવા પર વિચાર કરશે.
પેટ્રોલ પંપો પર ડેબિટ, ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર લાગતા એમડીઆરને ખતમ કરવામાં આવ્યો હતો પરંતુ આ છૂટ મર્યાદા 31 માર્ચ સુધી જ ચાલુ રાખવાની વાત કહેવામાં આવી જેને હવે આગળ વધારવા પર વિચાર થઈ રહ્યો છે જેનાથી ગ્રાહકોને સીધો જ ફાયદો થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -