ટૂંકમાં સમયમાં બજારમાં આવશે 200 રૂપિયાની નવી નોટ, તસવીર થઈ રહી છે વાયરલ
એક જાણીતી બેન્કના રિસર્ચના આ આંકડા મુજબ 8 નવેમ્બરે નોટબંધી સમયે દેશમાં 500 રૂપિયાની નોટોની સંખ્યા 1,650 કરોડ હતી. આ નોટોને હટાવાયા બાદ માર્કેટમાં સર્ક્યુલેટ નોટોની સંખ્યામાં મોટું અંતર આવી ગયું હતું. આ તફાવતને 2000 રૂપિયાની નોટોથી ભરવાનો પ્રયાસ કરાયો હતો પણ હવે સરકાર 200 રૂપિયાની નોટ લોન્ચ કરીને નાની કરન્સીની સમસ્યા દૂર કરી શકશે. મળતી માહિતી પ્રમાણે આ 200 રૂપિયાની નવી નોટોમાં ઘણા એડવાન્સ્ડ ફીચર્સ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિઝર્વ બેન્ક તરફથી કેટલાક સપ્તાહ પહેલાં જ આ નોટો છાપવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે પછીથી જ સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં આ નોટોનું છાપકામ ચાલી રહ્યું છે. નરેન્દ્ર મોદી સરકારે ગત વર્ષે 8મી નવેમ્બરે બ્લેક મનીની ઈકોનોમી અને નકલી નોટો પર લગામ લગાવવાના હેતુથી 500 અને 1000 રૂપિયાની નોટોને રદ કરી દીધી હતી. તે પછી 500 અને 2000 રૂપિયાની નવી નોટો જાહેર કરાઈ હતી. મળતી માહિતી પ્રમાણે માર્ચમાં થયેલી એક મીટિંગમાં આરબીઆઈ બોર્ડે 200 રૂપિયાની નોટો બહાર પાડવાનો નિર્ણય લીધો હતો.
નવી દિલ્હીઃ 2000 રૂપિયાની નોટ બાદ હવે ટૂંકમાં જ 200 રૂપિયાની નોટ જારી થઈ શકે છે. મીડિયા અહેવાલ અનુસાર, આરબીઆઈએ 200 રૂપિયાની નોટનું છાપકામ પણ શરૂ કરી દીધું છે. 200 રૂપિયાની નોટ જારી કરવા પાછળ સરકારનો ઉદ્દેશ લેવડ દેવડને વધારે સરળ બનાવવાનો છે. સોસિયલ મીડિયામાં કેટલાક અહેવાલને ટાંકીને 200 રૂપિયાની તસવીર પણ વાયરલ થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -