આજથી ચાલુ ખાતામાંથી ઉપાડની મર્યાદામાં વધારો, જાણો હવે કેટલી રકમ ઉપાડી શકાશે?
રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં બચત ખાતા બાબતે પણ નિર્ણય કરવામાં આવશે. આ સાથે બેન્કોને ડિજિટલાઈઝેશનને આગળ ધપાવવાની કામગીરીમાં યોગદાન આપવામાં પણ કહેવાયું છે. એટીએમ, ચાલુ ખાતા, કેશ ક્રેડિટ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ પરથી રોકડની ઉપાડની મર્યાદા હટાવવામાં આવતા સામાન્ય લોકો અને નાના વેપારીઓને રાહત મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ નિર્ણય અનુસાર હવે 1 ફેબ્રુઆરીથી એટીએમ અને ચાલુ ખાતામાંથી જોઈએ તેટલી રકમ ઉપાડી શકાશે. જોકે બચત ખાતા માટે સાપ્તાહિત 24 હજારની ઉપાડની મર્યાદા યથાવત રહેશે.
નવી દિલ્હીઃ ગત વર્ષે આઠમી નવેમ્બરના રોજ લેવાયેલા નોટબંધીના પગલાથી રોકડની તંગીનો સામનો કરતા લોકો માટે રિઝર્વ બેંકે રાહતના સમાચાર આપતો નિર્ણય કર્યો છે. જે અનુસાર આજથી એટલે કે 1 ફેબ્રુઆરીથી ચાલુ ખાતા અને એટીએમમાંથી રોકડ ઉપાડની મર્યાદા હટાવવામાં આવી છે. એટલે કે હવે ચાલુ ખાતામાંથી જોઈએ તેટલી રકમનો ઉપાડ કરી શકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -