રતન તાતા પહોંચ્યા RSSના મુખ્યાલયે, જાણો મોહન ભાગવતને મળી તાતાએ કઈ ઈચ્છા દર્શાવી
રતન તાતા પોતાના 79માં જન્મદિવસે સંઘની મુલાકાત લીધી હોવાને કારણે સંઘ દ્વારા તેમને જન્દિવસની વિશેષ શુભેચ્છા તેમજ તેમનાં દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. જોકે આ મુલાકાત વિશે સંઘ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ એક ઔપચારિક અને પહેલેથી નક્કી કરાયેલા મુલાકાત હતી. આ મુલાકાતને કોઈ રાજકીય અથવા ઉદ્યોગ સાથે સંબંધ ન હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા કેટલાક સમયથી સાયરસ મિસ્ત્રીના વિવાદને કારણે તાતા ગ્રૂપનું નામ ખરડાયું છે. આ વિશે મીડિયામાં પણ બહુ છપાયું છે. આ મામલે પણ રતન તાતાએ પોતાનો દૃષ્ટિકોણ મોહન ભાગવત સામે મૂક્યો છે. થોડા સમય પહેલાં રતન તાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળવા ગયા હતા. રતન તાતાએ સર સંઘચાલક મોહન ભાગવત સાથેની આ મુલાકાતની જાણકારી ટ્વિટ કરી હતી પણ મુલાકાતની વિગતો જાહેર નથી કરવામાં આવી.
રતન તાતા પહેલાં નાગપુરમાં રેશમીબાગ ખાતે આવેલા ડોક્ટર હેગડેવાર સ્મૃતિ મંદિર ગયા હતા. ત્યાં દર્શન કર્યા બાદ તેઓ સંઘના મુખ્યાલય પહોંચ્યા હતા. મોહન ભાગવતને મળીને રતન તાતાએ સંઘના સેવાકાર્ય સાથે જોડાવાની ઇચ્છા જાહેર કરી છે. મળતી માહિતી પ્રમાણે તાતા સમૂહ આદિવાસી ક્ષેત્રમાં કામ કરવામાં તેમજ રાષ્ટ્ર નિર્માણના કામમાં ભાગીદારી કરવા માગે છે. તાતા ગ્રૂપ ઓલરેડી અનેક સામાજિક કાર્યમાં જોડાઈને પોતાની સામાજિક જવાબદારી નિભાવવા માગે છે.
નવી દિલ્હીઃ દેશના પ્રતિષ્ઠિત ઔદ્યોગિક ગ્રુપ તાતાના ચીફ રતન તાતા આરએસએસના મુખ્યાલય પહોંચ્યા હતા. અહીં તેઓએ સરસંઘચાલક મોહન ભાગવન સાથે મુલાકાત કરી. રતન તાતાએ સંઘના સેવા કાર્યો સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બિઝનેસ જગત માટે આ ખૂબ જ આશ્ચર્ચજનક સમાચાર હતા. આરએસએસ મુખ્યાલય પર થયેલ આ મુલાકાત પાછળનું કારણ રતન તાતાની સામાજિક કાર્યો સાથે જોડાવાની ઈચ્છા ગણાવામાં આવી રહી છે. તેઓની ગણતરી દેશના સન્માનિત ઉદ્યોગપતિમાં થાય છે અને બિઝનેસ વર્લ્ડમાં તેમનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રતન તાતા પોતાના 79માં જન્મદિવસે સંઘના મુખ્યાલયની મુલાકાતે પહોંચ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -