ડેબિટ કાર્ડથી પેમેન્ટ પર લાગતા ચાર્જમાં ભારે ઘટાડની દરખાસ્ત, ડિજિટલ પેમેન્ટને મળશે પ્રોત્સાહન
ડ્રાફ્ટમાં એ પણ દરખાસ્ત કરવામાં આવી છે કે, બેંક એ સુનિશ્ચિત કરશે કે દુકાનમાં 'સુવિધા કે સેવા ચાર્જનું પેમેન્ટ ગ્રાહકે નથી કરવાનું'ની સૂચના બોર્ડ લગાવવું પડશે. નોટબંધીની જાહેરાત બાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી લેવામાં અનેક પગલાં બાદ કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરબીઆઈએ ચાલુ મહિનાના અંત સુધીમાં ડ્રાફ્ટ પર વિચાર માગતા કહ્યું છે કે, કાર્ડથી ટ્રાન્ઝેક્શન વધ્યું છે અને આ ગતિને જાળવી રાખવી છે. ખાસ કરીને નાના વેપારીઓની વચ્ચે, જેમણે હાલમાં જ ડિજિટલ પેમેન્ટ લેવાનું શરૂ કર્યું છે. રિઝર્વ બેંકે એમડીઆર ચાર્જની દૃષ્ટિએ કારોબારીઓને ચાર શ્રેણિમાં વહેંચવાની દરખાસ્ત કરી છે.
પહેલા 2000 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન પર 0.75 ટકા અને તેનાથી વધારેના પેમેન્ટ પર એક ટકા એમડીઆર લાગતો હતો. જોકે, ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ પર આરબીઆઈએ કોઈ કેપ લગાવી નથી. નોટબંધી બાદ આરબીઆઈએ 31 માર્ચ સુધી ચાર્જમાં ઘટાડાની જાહેરાત કરી હતી. આરબીઆઈના ડ્રાફ્ટ અનુસાર નવાદર 1 એપ્રિલથી લાગુ થશે.
નવી દિલ્હીઃ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક એપ્રિલીથી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)માં ભારે ઘટાડો કરવાની દરખાસ્ત કરી છે. 20 લાક રૂપિયા સુધીના વાર્ષિક ટર્નોવર ધરાવતા નાના કારોબારીઓ અને ઇન્શ્યોરન્સ, મ્યૂચ્યુઅલ ફંડ, શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી હોસ્પિટલ જેવા સ્પેશિયલ મર્ચન્ટ્સ માટે આ કુલ ટ્રાન્ઝેક્શનનાના 0.4 ટકા હશે. એમડીઆર ચાર્જ ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેક્સન પર વસુલવામાં આવે છે. ડિજિટલ પીઓએસ (ક્યૂઆર કોડ)થી ટ્રાન્ઝેક્શન પર 0.3 ટકા રાખવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -