RILએ TCSને પાછળ છોડી, બની સૌથી મૂલ્યવાન કંપની
બન્ને સ્ક્રીપ્સ સુધરીને બંધ રહી હતી. પરંતુ રિલાયન્સ રૂ. 16.65 (1.19 ટકા)ના સુધારા સાથે રૂ. 1416.40ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે ટીસીએસ રૂ. 17.90 (0.77 ટકા)ના સુધારા સાથે રૂ. 2329.10ની સપાટીએ બંધ રહ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબજાર બંધ થયા બાદની સ્થિતિ અનુસાર રિલાયન્સનું માર્કેટકેપ રૂ. 4.60 લાખ કરોડની સપાટીએ પહોંચ્યું છે. જે ટીસીએસના રૂ. 4.58 લાખ કરોડ કરતાં રૂ. 1586.43 કરોડ વધુ હોવાનું દર્શાવે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ચાર વર્ષના ગેપ બાદ આજે ટીસીએસને પાછળ રાખીને 4.60 લાખ કરોડના માર્કેટકેપ સાથે સૌથી વધુ મૂલ્યવાન કંપનીનું સ્થાન પાછું મેળવ્યું છે. જ્યારે ટીસીએસ રૂ. 4.58 લાખ કરોડ સાથે બીજા સ્થાને ધકેલાઇ છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ)એ માર્કેટ કેપની દ્રષ્ટિએ સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. ચાર વર્ષ બાદ ફરીથી તે ટોચ પર પહોંચી છે. આઈટી ક્ષેત્રની કંપની ટીસીએસને પાછળ છોડીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને આ સ્થાન મેળવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -