1 સેકન્ડમાં ડાઉનલોડ થશે હવે 1 GBનો વીડિયો, Reliance Jioએ શરૂ કરી પોતાની બ્રોડબેન્ડ સર્વિસ
તમને જણાવીએ કે, મુકેશ અંબાણીએ 5 સપ્ટેમ્બરે રિલાયન્સ જિયોની 4જી સેવા લોન્ચ કરતા સમયે કહ્યું હતું કે, રિલાયન્સ જિયો એફટીટીએચ નેટવર્કના ગ્રાહકોને 1 જીબી પ્રતિ સેકન્ડ (gbps) સુધી ઇન્ટરનેટ સ્પીડ ઉપલબ્ધ થશે. આ સ્પીડનો મતલબ એ છે કે, ગ્રાહક 1 જીબીનો કોઈપણ વીડિયો અંદાજે 1 સેકન્ડમાં ડાઉનલોડ કરી શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો જિયો પ્લાનમાં કોઈ ફેરફાર ન કરો તો સર્વિસ ત્રણ મહિના માટે ફ્રી હશે અને ત્યાર બાદ કોઈ એક પ્લાનની પસંદગી કરવી પડશે. જોકે અત્યાર સુધી કંપની તરફથી કોઈપણ પ્લાનની જાહેરાત કરવામાં આવી નથી.
મુંબઈના Nepean Sea રોડ વિસ્તારમાં તેની શરૂઆત કરવામાં આવી છે. જિયો ફાયબર સર્વિસ 3 મહિના માટે ફ્રી છે, પરંતુ તેમાં FUP (ફેર યૂસેજ પોલિસી) લાગુ પડે છે. દર મહિને યૂઝર્સને 100 સુધી ડાઉનલોડિંગ પર ફુલ સ્પીડ આપવામાં આવશે. ડેટા લિમિટ પૂરી થયા બાદ સર્વિસની સ્પીડ 1 એમબીપીએસ થઈ જશે.
PhoneRadarના અહેવાલ અનુસાર યૂઝર્સને વેલકમ ઓફર અંતર્ગત 90 દિવસ સુધી ફ્રીમાં ઉપયોગ કરી શકશે ત્યાર બાદ તેના માટે પ્લાન 500 રૂપિયાથી શરૂ થશે. જોકે મીડિયા અહેવાલ અનુસાર યૂઝર્સ માટે જિયો ફાયબર સર્વિસ ફ્રી છે, પરંતુ લોકો પાસેથી 4500 રૂપિયાનો વન ટાઈમ ચાર્જ લેવામાં આવી રહ્યો છે, જે ઘરમાં લગાવવામાં આવતા રાઉટરની કિંમત છે.
નવી દિલ્હીઃ જો તમે ઇન્ટરનેટથી એક જીબીની ફિલ્મ ડાઉનલોડ કરવા માગો છો તો હવે કલાકો નહીં પરંતુ એક સેકન્ડ લાગશે. હા, Reliance Jio ફાઇબર ટૂ ધ હોમ (એફટીટીએચ) સેવા શરૂ કરી છે. એક અંગ્રેજી ચેનલે પોતાના અહેવાલમાં કહ્યું છે કે, મુંબઈની કેટલીક જગ્યા પર આ સેવા શરૂ કરવામાં આવી છે અને કેટલીક બિલ્ડિંગમાં જિયો ફાયબર માટે કેબલ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. નવેમ્બરમાં કંપનીએ કહ્યું હતું કે, તેનો ટાર્ગેટ ટૂંકમાં જ બ્રોડબેન્ડ માર્કેટમાં ધૂમ મચાવવાનો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -