Jioએ લોન્ચ કરી 13 નવી પોસ્ટપેઈડ અને પ્રીપેઈડ ઓફર, જાણો શું છે ખાસ
જિઓ એ પોસ્ટપેઈડમાં 309 રૂપિયાનો પ્લાન રાખ્યો છે. આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ, એસટીડી કોલ અને ફ્રી રોમિંગની સાથે ત્રણ મહિના સુધી 1 જીબી ડેટા પ્રતિ દિવસ આપવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી ઓફરમાં 509 રૂપિયામાં અનલિમિટેડ લોકલ, એસટીડી અને ફ્રી રોમિંગની સાથે 180 જીબી ડેટા રોજ આપવામાં આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ જિઓએ જ્યારથી ટેલીકોમ સેક્ટરમાં ઝંપલાવ્યું છે ત્યારથી ટેલીકોમ સેક્ટરમાં આમૂલ પરિવર્તન જોવા મળ્યા છે. કંપનીએ એક બાજુ શરૂઆતમાં છ મહિના ફ્રી સેવા આપીને અન્ય કંપનીઓના ગ્રાહકો તોડ્યા તો હવે કંપની પોતાના સસ્તા રિચાર્જને કારણે ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે.
જિઓએ એપ્રિલમાં ફ્રી સેવા બંધ કરી દીધીછે. કંપનીએ ધન ધના ધન ઓફર રજૂ કરી હતી જેમાં એક વખત 309 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર ત્રણ મહિના સુધી સેવા આપવાની વાત કરી હતી. હવે કંપનીએ ધન ધના ધન ઓફર અંતર્ગત 13 નવા પ્રીપેઈડ અને પોસ્ટપેઈડ ઓફર લોન્ચ કરી છે.
કંપનીએ સૌથી સસ્તો પ્લાન 19 રૂપિયાનો રાખ્યો છે. આ પ્લાનમાં ગ્રાહકને ફ્રી રોમિંગ, અનલિમિટેડ વોયસ કોલ અને 200 એમબી ડેટા આપવામાં આવી રહ્યો છે. ત્યાર બાદ 49 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકને ફ્રી રોમિંગ, અનલિમિટેડ વોયસ કોલ અને 600 એમડી ડેટા આપવામાં આવી રહ્યો છે.
ત્યાર બાદ 96 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને ફ્રી રોમીંગ, અનલિમિટેડ વોયસ કોલ અને 7 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. 149 રૂપિયાના પ્લાનમાં કંપની ફ્રી રોમિંગ, અનલિમિટેડ વોયસ કોલનીસાથે 2 જીબી ડેટા આપશે. જ્યારે 309 રૂપિયાના રિચાર્જમાં ફ્રી વોયસ કોલ અને 1 જીબી 4જી ડેટા પ્રતિ દિવસની સુવિધા આપવામાં આવી રહી છે.
509 રૂપિયાના રિચાર્જ પર દરરોજ 2 જીબી 4જી ડેટા આપવામાં આવી રહ્યો છે. રિલાયન્સ જિઓના મોંઘા પ્લાનનો લાભ લેવા માટે જિઓની પ્રાઈમ મેમ્બરશિપ હોવી ફરજિયાત છે. ઉપરાંત 999, 1,999, 4,999 અને 9,999 રૂપિયાના પ્લાન પણ જિઓ તરફથી રજૂ કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -