Jio લાવ્યું બંપર ઓફરઃ યૂઝર્સને મળશે 3,300 રૂપિયા સુધીનું કેશબેક
નવી દિલ્હીઃ જિઓએ 199 રૂપિઆ અને 299 રૂપિયાની હેપ્પી ન્યૂ યર ઓફર રજૂ કર્યા બાદ વધે એક બંપર ઓફર રજૂ કરી છે. રિલાયન્સ જિઓએ હવે ધ ન્યૂ યર સરપ્રાઈસ કેશબેક ઓફર રજૂ કરી છે. જિઓની આ ધ ન્યૂ યર સરપ્રાઈસ કેશબેક ઓફર અંતર્ગત 399 રૂપિયા અથવા તેનાથી વધારેના રિચાર્જ પર 3300 રૂપિયા સુધીનું કેશબેક મળશે. મહત્વની વાત એ છે કે આ ઓફર 15 જાન્યુઆરી 2018થી પહેલા રિચાર્જ કરાવવા પર લાગુ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીની કેશબેક ઓફર અંતર્ગત યૂઝર્સને 400 રૂપિયાના MyJio કેશબેક વાઉચર્સ મળશે. ઉપરાંત 300 રૂપિયા સુધીના તત્કાળ કેશબેક વાઉચર્સ મળશે અને ઈ-કોમર્સ પ્લેયર્સથી 2,600 રુપિયા સુધીના ડિસ્કાઉન્ટ વાઉચર્સ મળશે.
જિયોએ એક નિવેદનમાં કહ્યું, “જિયો ટેરિફ્સ અને આવી ઓફર આપવા માટે હંમેશા લીડર રહ્યું છે. આગળ પણ આ સિલસિલો યથાવત રહેશે. જિયો એકમાત્ર એવી ટેલિકોમ ઓપરેટર છે જે ટેરિફ્સથી પણ વધુ ગ્રાહકો સુધી ફાયદો પહોંચાડે છે.” કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ગ્રાહકોને ઓનલાઈન રિચાર્જથી નજીક લાવવાની દિશામાં આ એક પગલું છે.
શુક્રવારે જ જિયોએ 199 અને 299 રુપિયાના બે મંથલી પ્લાન્સ બજારમાં ઉતાર્યા હતા, જેમાં ગ્રાહકોને પ્રત્યેક દિવસ 1.2GB અને 2GB ડેટા મળશે. આ પહેલા કંપનીએ 10 નવેમ્બરે 2,599 રુપિયાના કેશબેકની ઓફર આપવાનું શરુ કર્યું હતું, જે પહેલા 25 નવેમ્બર સુધી હતી જેને વધારીને 25 ડિસેમ્બર કરાઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -