SBIએ પોતાના ગ્રાહકોને આપી મોટી ભેટ, NEFT, RTGS ના ચાર્જ 75% સુધી ઘટાડ્યાં
જ્યારે રૂપિયા 2 લાખ પરની રકમની ટ્રાન્સફર પરના અગાઉના રૂપિયા 20ના ચાર્જને ઘટાડીને રૂપિયા 5 કરાયો છે. આરટીજીએસના ટ્રાન્ઝેક્શનમાં રૂપિયા 2થી 5 લાખ વચ્ચેના વ્યવહારો પરનો ચાર્જ વર્તમાન રૂપિયા 20થી ઘટાડીને રૂપિયા 5 કરાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએનઈએફટી અને આરટીજીએસના નવા દર 15 જુલાઈથી લાગુ થશે. નવા સુધારેલા દરો અનુસાર રૂપિયા 10,000 સુધીના ભંડોળની ટ્રાન્સફર પરનો ચાર્જ અડધો કરી એક રૂપિયો કરાયો છે, જ્યારે રૂપિયા 1 લાખ સુધીના ભંડોળની ટ્રાન્સફર પરનો ચાર્જ રૂપિયા 2 કરાયો છે. રૂપિયા 1થી 2 લાખ વચ્ચેના ટ્રાન્ઝેક્શન પર એનઈએફટીનો ચાર્જ વર્તમાન રૂપિયા 12થી ઘટાડીને રૂપિયા 3 કરાયો છે.
બેન્કના આ નિર્ણયથી આશરે 5.27 કરોડ ગ્રાહકોને લાભ થશે. આ અંગે બેન્ક દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવ્યાં અનુસાર બેન્ક દ્વારા ઉપલબ્ધ બનાવાતી ઈન્ટરનેટ બેન્કિંગ તથા મોબાઈલ બેન્કિંગની સેવાઓના માધ્યમથી કરવામાં આવતા આ સોદાઓ પર ઘટાડેલા દર અમલી બનશે.
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રોનિક લેવડ દેવડ પર લાગનારા ચાર્જમાં ધરખમ ઘટાડો કર્યો છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સાર્વજનિક ક્ષેત્રની મુખ્ય બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એનઈએફટી અને આરટીજીએસ દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે થતા ટ્રાન્સફર ચાર્જમાં 75 ટકાનો ઘટાડો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -